#aajkaal team
જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના સરદારપુર ગામમાં એક ભયાનક ઘટના બની છે. એક પતિએ તેની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાખી. આ વિવાદ પતિના બીજી સ્ત્રી સાથેના સંબંધોને કારણે હોવાનું કહેવાય છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી નાનિયા મધ્યપ્રદેશના એક નાના શહેરનો રહેવાસી છે અને તેની પત્ની નિયતિ સાથે સરદારપુર ગામમાં ખેતમજૂર તરીકે કામ કરતો હતો. નાનિયાને બીજી સ્ત્રી સાથે અફેર હતું, જેના કારણે દંપતી વચ્ચે ઘણીવાર ઝઘડા થતા હતા.
૧૮ ઓક્ટોબરની રાત્રે, લગભગ ૮ વાગ્યાની આસપાસ, બંને વચ્ચે ખેતરમાં ફરી ઝઘડો થયો. ગુસ્સામાં આવીને નાનીયાએ તેની પત્ની નિયતિનું ગળું દબાવી દીધું. ઘટના પછી, તેણે પોલીસથી પોતાને બચાવવા માટે તેના મિત્ર જેનુ સોલંકીની મદદ લીધી. શંકા ટાળવા માટે બંનેએ સાથે મળીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો.