BREAKING NEWS

હું અહીં મારી જાતને સાચી સાબિત કરવા માટે નથી આવી: શિલ્પા શિંદેણી

  • June 05, 2026 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાણીતી ટેલિવિઝન અભિનેત્રી શિલ્પા શિંદે ફરી એકવાર તેના સ્પષ્ટ્રવકતા નિવેદનો માટે સમાચારમાં છે. તાજેતરમાં, શિલ્પાએ એક એવો ખુલાસો કર્યેા જેણે સમગ્ર ઉધોગને હચમચાવી નાખ્યો. અભિનેત્રીએ ખુલાસો કર્યેા કે ૨૦૧૬ માં, તેણીએ ''ભાબીજી ઘર પર હૈ'' ના નિર્માતા સંજય કોહલી પર જાતીય સતામણીનો ખોટો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ તેણીને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડો હતો. હવે, શિલ્પા શિંદેએ આ બાબત પર પ્રતિક્રિયા આપી છે, પોતાનો બચાવ કર્યેા છે. શિલ્પા શિંદેએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક વિડિઓ શેર કર્યેા. તેણીએ કહ્યું, ''મને ખબર છે કે મેં જે કયુ તે સાચું હતું, અને નકારાત્મક ટિપ્પણીઓ મને બિલકુલ અસર કરતી નથી. ઘણા લોકોએ પોડકાસ્ટમાંથી ફકત એક કિલપના આધારે મારા વિશે અભિપ્રાયો બનાવ્યા, સમગ્ર બાબતને સમયા વિના.હત્પં સામાન્ય રીતે ટિપ્પણીઓ વાંચું છું કારણ કે મને ખબર છે કે મારા ચાહકો મને શું લખે છે.  આ પીઆર ઝુંબેશ અને ખરાબ ટિપ્પણીઓ પછી, હત્પં તે લોકોને કહેવા માંગુ છું કે તમે જે વાવો છો તે જ લણશો. શિલ્પાએ આગળ કહ્યું, ''મને ખબર હતી કે આ થવાનું છે કારણ કે દુનિયા કયારેય કોઈ સારાની કદર કરતી નથી. તમારા જેવા લોકો જે આજે ટિપ્પણી કરી રહ્યા છે તેઓ માને છે કે મારે આ કહેવાની જરૂર નહોતી. હત્પં દસ વર્ષ પહેલાં યારે હત્પં તે શો કરી રહી હતી ત્યારે આ કહી શકી હોત, પરંતુ મેં હવે તે કહેવાનું નક્કી કયુ. હત્પં અહીં મારી જાતને સાબિત કરવા માટે નહીં, પરંતુ મારા અંતરાત્મા સાથે સાચા રહેવા માટે આવી હતી કારણ કે તે જૂઠું હતું. કોઈએ મને તે કરવાનું કહ્યું ન હતું, પરંતુ હત્પં તે જૂઠાણાના ભાર સાથે જીવી શકી નહીં.
શિલ્પા કહે છે, ''કોઈને ખબર નથી કે તે સમયે મેં કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડો હતો. ભગવાન ના કરે કે તમને કે તમારા પરિવારને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે.'' અભિનેત્રીએ સમજાવ્યું કે તેણીએ પૈસા માટે આ બધું કયુ નથી. તેણીએ કહ્યું, ''મારા માટે આ ખૂબ મોટી વાત હતી કારણ કે હત્પં જાણું છું કે તે સમયે મેં કેટલી લડાઈ લડી હતી. મેં જેના પર આરોપ લગાવ્યો હતો તે બરાબર જાણે છે કે શું થયું હતું. મને તેનો અફસોસ છે. ''માફ કરશો'' શબ્દ ખૂબ નાનો છે, પરંતુ તે પણ જાણે છે કે તે સમયે હત્પં કઈ પરિસિથતિમાં હતી. તે સમયે, મને લાગ્યું કે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. હત્પં એવી માનસિક સ્થિતિમાં હતી કે હત્પં આત્મહત્યા કરવાનું વિચારી રહી હતી.'' તેણીએ આગળ કહ્યું, ''તે સમયે ઘણા લોકોએ મારી મજાક ઉડાવી હતી અને મને ગાળો પણ આપી હતી, પરંતુ યારે તમે જાણો છો કે તમે કઈં ખોટું કયુ નથી, ત્યારે તમને કોઈનો ડર નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application