BREAKING NEWS

હું આજીવન સિંગલ રહેવા માંગુ છું...'ઝરીન ખાનની સ્પષ્ટ વાત

  • July 28, 2026 09:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે ફિલ્મ 'વીર'થી ડેબ્યૂ કરનારી અભિનેત્રી ઝરીન ખાન ફરી એકવાર ચર્ચામાં આવી છે. તાજેતરમાં આપેલા એક મીડિયા ઈન્ટરવ્યુ દરમિયાન ઝરીને આજીવન લગ્ન ન કરવાના નિર્ણય અને પોતાના સિંગલ સ્ટેટસ અંગે ખુલીને વાત કરી છે.
પોતાના અંગત જીવન વિશે વાત કરતા ઝરીને જણાવ્યું કે તે હાલમાં સિંગલ છે અને પોતાની માતાના અવસાન બાદ હવે તેનું પૂરેપૂરું ધ્યાન પોતાના કામ પર જ છે. લગ્ન ન કરવાના નિર્ણય અંગે તેણે ઉમેર્યુંહું સિંગલ રહીને ખુશ છું. મને મારી જિંદગીમાં વધારાનું ટેન્શન કે તણાવ નથી જોઈતો. જ્યારે તમે કોઈને તમારી જિંદગીમાં સામેલ કરો છો, ત્યારે હું એવું નથી કહેતી કે તે બધું સારું જ કરી દેશે, પણ બસ પરેશાન ન કરે તો પણ ઘણું છે. મારી જિંદગીમાં પહેલેથી જ ઘણી બધી વસ્તુઓ ચાલી રહી છે. જ્યાં સુધી મમ્મી હતા ત્યાં સુધી મારું આખું ધ્યાન તેમના પર હતું. હવે તેમના ગયા પછી મારું પૂરૂં ધ્યાન માત્ર મારા કામ પર છે.
સલમાન ખાન સાથે ફિલ્મ 'વીર'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.આસપાસના સંબંધો અને માતા-પિતાના લગ્નજીવનના અનુભવો જોયા બાદ તેણે સિંગલ રહેવાનું વધારે યોગ્ય ગણાવ્યું.'બિગ બોસ 12' ફેમ શિવાશીષ મિશ્રા સાથે ઝરીન ખાન લગભગ 3 વર્ષ સુધી રિલેશનશિપમાં હતી, પરંતુ બાદમાં પરસ્પર સંમતિથી બંને અલગ થઈ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application