IPL 2025 ની 39મી મેચમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઈટ રાઇડર્સને 39 રને હરાવ્યું. ગુજરાત 6 જીત સાથે પ્રથમ સ્થાને છે.
IPL 2025ની એક રોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સે કલકત્તા નાઈટ રાઈડર્સને 39 રને હરાવ્યું છે. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 198 રન બનાવ્યા હતા. જવાબમાં કલકત્તા નાઈટ રાઈડર્સ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 159 રન જ બનાવી શકી હતી. ગુજરાત ટાઇટન્સના બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને કલકત્તાના બેટ્સમેનોને મોટા સ્કોર કરવાથી રોક્યા હતા. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સે પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે.
કોલકાતા માટે મોટો લક્ષ્યાંક
પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 198 રન બનાવ્યા. શુભમન ગિલે 90 રન બનાવ્યા. બટલરે 23 બોલમાં 41 રનની અણનમ ઇનિંગ રમી.
શુભમન ગિલ સદી ચૂક્યો
ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ શાનદાર ઇનિંગ રમ્યા બાદ આઉટ થયો. તેમણે 55 બોલમાં 90 રન બનાવ્યા હતા. રિંકુ સિંહે શાનદાર કેચ પકડ્યો હતો.
કોલકાતાએ ટોસ જીત્યો
કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીત્યો હતો. KKR ના કેપ્ટન અજિંક્ય રહાણેએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
IPL 2025 ની 39મી મેચ
કોલકાતાએ ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું. ગુજરાતે 3 વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા હતા. જેમાં સાઈ સુદર્શને 52 અને જોસ બટલરે 41 રન બનાવ્યા હતા. જેના જવાબમાં KKR 8 વિકેટ ગુમાવીને માત્ર 159 રન જ બનાવી શક્યું. કેપ્ટન અજિંક્ય રહાણેએ 50 રન બનાવ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech