IPL 2025 ફાઇનલનો ક્રેઝ: અમદાવાદમાં હોટલો હાઉસફુલ, ફ્લાઇટ ટિકિટના ભાવ આસમાને

  • May 30, 2025 10:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની ફાઇનલ મેચને લઈને અમદાવાદમાં ક્રિકેટનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. 1 જૂને યોજાનારી બીજી ક્વોલિફાયર અને 3 જૂને રમાનારી ફાઇનલ મેચ માટે શહેરની હોટલો હાઉસફુલ થઈ ગઈ છે, જ્યારે ફ્લાઇટની ટિકિટના ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.


ખાસ કરીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ ફાઇનલમાં સ્થાન મેળવતા, બેંગલુરુથી અમદાવાદ આવતી ફ્લાઇટ્સની ટિકિટના ભાવ આસમાને પહોંચી ગયા છે. RCB ના હજારો ચાહકો પોતાની મનપસંદ ટીમને સપોર્ટ કરવા માટે અમદાવાદ આવવાની તૈયારી કરી રહ્યા છે.


​​​​​​​RCB સામે ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સ, ગુજરાત ટાઇટન્સ અથવા પંજાબ કિંગ્સમાંથી કોઈ એક ટીમ રમશે. આ ટીમોના ચાહકો પણ પોતાની ટીમને સપોર્ટ કરવા માટે ઉત્સાહિત છે અને ફ્લાઇટ ટિકિટો બુક કરાવી રહ્યા છે. દેશભરમાંથી ક્રિકેટ ચાહકો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2025ની આ ભવ્ય ફાઇનલ મેચ જોવા માટે ઉમટી પડશે.

આઈપીએલ 2025ની બીજી ક્વોલિફાયર 1 જૂનના રોજ અને ફાઇનલ મેચ 3 જૂનના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જે ક્રિકેટપ્રેમીઓ માટે એક ભવ્ય ઉત્સવ બની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application