થાઇલેન્ડની ઓપલ સુચાતા ચૂઆંગશ્રીએ મિસ વર્લ્ડ ૨૦૨૫નો ખિતાબ જીતી લીધો છે. આ વર્ષે ફિનાલે હૈદરાબાદના હાઇટેક્સ એક્ઝિબિશન સેન્ટરમાં યોજાયો હતો. ભારતની નંદિની ગુપ્તા ૧૦૮ દેશોની સ્પર્ધકો સામે સ્પર્ધા કરીને ટોપ-૨૦ સુધી પહોંચી હતી, પરંતુ તે ટોપ-૮માંથી બહાર થઈ ગઈ.
ફિનાલેની શરૂઆત ટોપ-૪૦ સ્પર્ધકોના કલ્ચરલ રેમ્પ વોકથી થઈ હતી, જેમાં ભારતની નંદિની ગુપ્તા શો-સ્ટોપર રહી. ૭૨ વર્ષના ઇતિહાસમાં મિસ વર્લ્ડના સૌથી વધુ ખિતાબ ભારતે જીત્યા છે. રીટા ફારિયા મિસ વર્લ્ડ જીતનારી પ્રથમ ભારતીય છે. તેમના પછી ઐશ્વર્યા રાય, પ્રિયંકા ચોપરા, યુક્તા મુખી, ડાયના હેડન અને માનુષી છિલ્લર પણ મિસ વર્લ્ડ રહી ચૂક્યા છે.
થાઇલેન્ડની ઓપલ સુચાતા ચૂઆંગશ્રી બની મિસ વર્લ્ડ ૨૦૨૫
મિસ વર્લ્ડ ૨૦૨૫નો ખિતાબ થાઇલેન્ડની ઓપલ સુચાતાએ પોતાના નામે કર્યો છે. ૨૧ વર્ષીય ઓપલ સુચાતાએ મિસ વર્લ્ડમાં મલ્ટીમીડિયા એવોર્ડ પણ મેળવ્યો છે.
આ ૪ સ્પર્ધકો વચ્ચે મિસ વર્લ્ડની સ્પર્ધા
મિસ વર્લ્ડ ટોપ-૪ની જાહેરાત થઈ ચૂકી હતી. આ સ્પર્ધા થાઇલેન્ડ, માર્ટિનિક, ઇથોપિયા અને પોલેન્ડ વચ્ચે હતી.
ટોપ-૪ સ્પર્ધકોના નામ:
થાઇલેન્ડ - ઓપલ સુચાતા
ઇથોપિયા - હાસેટ ડેરેજે
માર્ટિનિક - ઓરેલી જો
પોલેન્ડ - માજા ક્લાય્ઝ્ડા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરેસકોર્સમાંથી સાડાત્રણ કિલો ગાંજા સાથે પકડાયેલા આરોપીની જામીન અરજી મંજુર
June 02, 2025 03:01 PMલોકો રાણીબાગમાં આવતા ટીવી જોવા!
June 02, 2025 03:01 PMરાજીવ શુક્લા બનશે BCCIના નવા પ્રમુખ, આવતા મહિને તેઓ વર્તમાન પ્રમુખ રોજર બિન્નીની જગ્યા લેશે
June 02, 2025 03:01 PMકુતિયાણાની સુદામા ડેરી પશુપાલકોને દર મહિને એક કરોડ પિયાનો ચુકવશે વધારો
June 02, 2025 03:00 PMપોરબંદરમાં બ્લેકઆઉટના સમાચાર અંધારામાં થયા તૈયાર!
June 02, 2025 02:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech