ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027 માટે તમામ 10 ફ્રેન્ચાઈઝીઓએ મંગળવારે પોતાના રિટેન કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. આ વખતે ખેલાડીઓની યાદીમાં ચેન્નાઈ સુપરકિંગ્સના દિગ્ગજ ખેલાડી અને પૂર્વ કપ્તાન એમએસ ધોનીના સંન્યાસના સમાચાર ચર્ચાનું સૌથી મોટું કેન્દ્ર બન્યા છે. ધોની હવે આઈપીએલ 2027 માટે સીએસકેના મેન્ટર તરીકે જવાબદારી સંભાળશે. આ ઉપરાંત હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહનું ટ્રેડ પણ ખૂબ જ રોમાંચક રહ્યું છે, જેમાં હાર્દિક પંડ્યાને પંજાબ કિંગ્સે જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે અર્શદીપ સિંહને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.
આગામી સિઝન માટે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ કુલ 20 ખેલાડીઓને રિટેન કર્યા છે, જ્યારે રનર્સ-અપ રહેલી ગુજરાત ટાઇટન્સે પોતાના 22 ખેલાડીઓને જાળવી રાખ્યા છે. આરસીબીની રિટેન યાદીમાં વિરાટ કોહલી, ભુવનેશ્વર કુમાર, ફિલ સોલ્ટ, રજત પાટીદાર અને જોશ હેઝલવુડ જેવા ખેલાડીઓ સામેલ છે. જ્યારે ગુજરાત ટાઇટન્સે શુભમન ગિલ, જોસ બટલર, રાશિદ ખાન, સાઈ સુદર્શન અને કાગિસો રબાડા જેવા સ્ટાર ખેલાડીઓ પર ભરોસો મૂક્યો છે.
દિલ્હી કેપિટલ્સે રિષભ પંત, કેએલ રાહુલ અને અક્ષર પટેલને જાળવી રાખ્યા છે, જ્યારે રાજસ્થાન રોયલ્સે યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, જોફ્રા આર્ચર અને રવિ બિશ્નોઈને ટીમમાં રાખ્યા છે. પંજાબ કિંગ્સે શ્રેયસ અસ્યર, યુઝવેન્દ્ર ચહલ અને માર્કસ સ્ટોઈનિસ જેવા મજબૂત ખેલાડીઓને રિટેન કર્યા છે.
કોલકાતા નાઈટ રાઈડર્સે રિંકુ સિંહ, સુનીલ નારેન, વરુણ ચક્રવર્તી અને કેમરૂન ગ્રીનને પોતાની સાથે રાખ્યા છે. સનરાઈઝર્સ હૈદરાબાદે પેટ કમિન્સ, હેનરિક ક્લાસેન, અિભષેક શર્મા અને ઈશાન કિશનને રિટેન કર્યા છે. મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા જેવા અનુભવી ખેલાડીઓ પર ફરીથી ભરોસો વ્યક્ત કર્યો છે. ચેન્નાઈ સુપરકિંગ્સે ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન અને શિવમ દુબેને જાળવી રાખ્યા છે, જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સે નિકોલસ પૂરન, કુલદીપ યાદવ અને એડેન માર્કરમને પોતાની ટીમમાં જાળવી રાખ્યા છે. આ તમામ ફ્રેન્ચાઈઝીઓએ આગામી ટૂર્નામેન્ટ માટે પોતાની રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે.