BREAKING NEWS

અમદાવાદમાં ITને રિયલ એસ્ટેટ ગ્રુપ પાસેથી 5 કરોડ રોકડ અને 300 કરોડની જમીન ખરીદીના પુરાવા મળ્યા

  • January 22, 2026 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં નવા વર્ષના પ્રારંભ સાથે બે રિયલ એસ્ટેટ ગ્રુપમાં આવકવેરા વિભાગ દ્વાર મંગળવારથી મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે આ બંને ગ્રુપ પર ઓપરેશન દરમિયાન આવકવેરા વિભાગની ટીમને રોકડ અને કરોડોના જમીન ખરીદીના પુરાવા હાથ લાગ્યા છે. તેમજ હજુ પણ કાર્યવાહી ચાલી રહી છે ત્યારે તપાસના અંતે કરચોરીનો આંકડો ખૂબ જ મોટો બહાર આવે તેવી સંભાવના છે. તથા આ બંને ગ્રુપ સામે આવકવેરા વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવી શકે છે.


33 ઠેકાણા પર ત્રણ દિવસથી તપાસનો ધમધમાટ

મંગળવારે વહેલી સવારથી અમદાવાદમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં નામના ધરાવતા પ્રહલાદ પટેલના કામેશ્વર ગ્રુપ અને દિનેશ પટેલના દીપ ગ્રુપને ત્યાં મેગા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. જે હજુ ત્રીજા દિવસે પણ યથાવત રહ્યું છે. બિલ્ડર્સ ગ્રુપના માલિકો અને ભાગીદારો સહિતના 33 ઠેકાણા પર 100 વધુ અધિકારીઓની ટીમ દ્વારા ત્રણ દિવસથી તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ બંને ગ્રુપ પાસેથી તેમની કામગીરીના ડિજિટલ અને ફિઝિકલ દસ્તાવેજો તથા નાણાકીય વ્યવહારોના દસ્તાવેજોની ઝીણવટ પૂર્વકની તપાસ ચાલી રહી છે. ગઈકાલે સાંજ સુધીમાં આવકવેરા વિભાગના અધિકારીઓને કરચોરીની કાર્યવાહી માટે મહત્વની કડી હાથ લાગી ગઈ હોવાનું સૂત્ર જણાવી રહ્યા છે.


બિલો છુપાવીને રિટર્ન ફાઇલ કરવામાં આવ્યું હોવાની સંભાવના

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે બે દિવસની તપાસના અંતે આવકવેરા વિભાગને બંને રિયલ એસ્ટેટ ગ્રુપ પાસેથી 5 કરોડની રોકડ તથા 300 કરોડની જમીન ખરીદીના પુરાવા મળી આવ્યા છે. બિલ્ડર્સ દ્વારા આવકવેરા વિભાગની જાણ બહાર નાણાકીય વ્યવહારો થયા હોવાનું સંભાવના છે. બિલ્ડર્સ દ્વારા વેરા વિના માલની ખરીદી અને વેચાણ થયા હોવાનું તેમજ કેટલાક બિલો છુપાવીને રિટર્ન ફાઇલ કરવામાં આવ્યું હોવાની પણ સંભાવના છે. ત્રીજા દિવસે તપાસ ચાલુ રહેતા તપાસ પૂર્ણ થતા સુધીમાં કરોડોના બિલ રહીત વ્યવહારો આવકવેરા વિભાગ ઝડપી અને કડક કાર્યવાહી કરે તેવું લાગી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News