ચૂંટણી ફંડના નામે દાન લેનારી રાજકીય પાર્ટીઓને ત્યાં ગઈકાલે સવારે શરૂ થયેલા આવકવેરા વિભાગના રાજ્ય વ્યાપી દરોડા મોડી રાત્રી સુધી ચાલ્યા હતા. આ દરોડામાં અમદાવાદમાં 12 ,
ગાંધીનગરમાં 3, અંકલેશ્વરમાં 2, ભાવનગરમાં 2 સહિત રાજ્યભરના વિવિધ શહેરોમાં 2 ડઝન કરતાં વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ગઈકાલે સવારે ભારતીય નેશનલ
જનતા દળના પ્રમુખ સંજય ગજેરા અને સાંજે શરદ પવારની પાર્ટી એનસીપીના ટ્રેઝરર હેમાંગ શાહને ત્યાં અમદાવાદના આવકવેરા વિભાગના અધિકારીઓના નેતૃત્વમાં રાજકોટ સહિત
સૌરાષ્ટ્ર ભરના આવકવેરા વિભાગની ટીમોને સાથે તપાસમાં જોડઇને સામૂહિક દરોડા પાડવામાં આવતા. ગુજરાતમાં ચૂંટણી ફંડની વધુ આવક મેળવનારા અમાન્ય ઠરેલા પાંચ રાજકીય પક્ષો
આવકવેરા વિભાગના રડાર પર છે. જેથી બે રાજકીય પક્ષોને ત્યાં આવકવેરા વિભાગના દરોડા બાદ ફંડિંગના નામે કરચોરી કરતા અન્ય શરાજકીય પક્ષોમાં ફફડાટ ફેલાયો છે.
અમદાવાદ આવકવેરા વિભાગે સામૂહિક દરોડા પાડવાનો નિર્ણય કર્યો
જેમાં પોલીસના કાફલાને સાથે રાખીને દસ્તાવેજો તથા સ્થાવર અને જંગલ મિલકતની બહોળા પ્રમાણમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આ રાજકીય પક્ષોને ત્યાં કરોડોની કચોરી
પકડાય તેવી સંભાવના સૂત્ર વ્યક્ત કરી રહ્યા છે. મહત્વનું છે કે ગત જુલાઈ મહિનામાં પણ આવકવેરા વિભાગ દ્વારા સામૂહિક દરોડા પાડીને દાનના નામે કાળા ધોળા કરનાર ચાર્ટર્ડ
એકાઉન્ટન્ટને ત્યાં દરોડા પાડીને કરોડો રૂપિયાની કચોરીના વ્યવહારો બહાર લાવવામાં આવ્યા હતા. ત્યારથી જ કેટલાક રાજકીય પક્ષો તેમની આવકના આધારે આવકવેરા વિભાગના રડારમાં હતા. દિવાળીના તહેવારો પૂર્ણ થતાં જ અમદાવાદ આવકવેરા વિભાગે સામૂહિક દરોડા પાડવાનો નિર્ણય કર્યો હતો.
સૌરાષ્ટ્રમાં પણ એક બે સ્થળો પર દરોડા પડવાની સંભાવના
અમદાવાદ આવકવેરા વિભાગના ઇન્વેસ્ટિગેશન વિજ્ઞાન નેતૃત્વ હેઠળ ગાંધીનગર, અંકલેશ્વર, અમદાવાદ સહિત રાજ્યમાં અનેક જગ્યા પર દાન લેનારા રાજકીય પક્ષોને ત્યાં વ્યાપક દરોડા
પાડવામાં આવી રહ્યા છે. આ માટે અનેક સ્થળો પર તપાસ હાથ ધરવાની હોય મંગળવારે સાંજે જામનગર રાજકોટ જૂનાગઢ સહિતના ગામેગામ થી અધિકારીઓની ટીમને અમદાવાદ મદદ
માટે તેડાવવામાં આવી હતી. જુલાઈ મહિનામાં રાજકોટના ધોરાજીના બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની રાજકીય પક્ષોને ફંડિંગ અપાવવામાં સંડોવણી ખુલી હતી. ત્યારે આ વખતે પણ સૌરાષ્ટ્રમાં પણ
એક બે સ્થળો પર દરોડા પડવાની સંભાવના સૂત્રોએ દર્શાવી રહ્યા છે.