BREAKING NEWS

તારે જીવવું હોય તો જીવ, મરવું હોય તો મરી જા તેવું પ્રેમીએ કહેતા યુવતીનો ઝેર પી આપઘાત

  • August 14, 2026 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલના કોલીથડ ગામની સીમમાં ખેતમજૂર પરિવારની દીકરીને મરવા મજબૂર કર્યા અંગે પ્રેમી સામે ગુનો નોંધાયો હતો: લનું વચન આપ્યા બાદ ના કહી દઇ હડધૂત કરી કાઢી મુકી હત

મૂળ દાહોદની વતની અને હાલ ગોંડલ તાલુકાના કોલીથડ ગામે રહેતી યુવતીને કોલીથડના રામ ભરવાડે લ કરવાનું વચન આપ્યા બાદ હવે આપણે કોઈ સંબધં રાખવો નથી તારે જીવવું હોય તો જીવ અને મરવું હોય તો મરી જા, તેવું કહેતા યુવતી આપઘાત કરી લીધો હતો. જે અંગે યુવતીના પિતાની ફરિયાદ પરથી પોલીસે પોલીસ આ શખસ વિદ્ધ મરવા મજબૂર કર્યા અંગે તથા એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, મૂળ દાહોદ ગરબાડા તાલુકાના નંઢેવાલના વતની અને હાલ ગોંડલ તાલુકાના કોલીથડ ગામની સીમા વાડીએ રહેતી અનિષાબેન ઉર્ફે હંસાબેન મડિયાભાઈ ભાભોર (ઉ.વ.૨૨) નામની યુવતીએ ગઇ તા. ૨૮–૭–૨૦૨૬ ના ઝેરી દવા પી લેતા તેનું તા. ૩૦–૭ ના મોત થયું હતું. જે અંગે યુવતીના પિતા મડિયાભાઈ પાંગડાભાઈ ભાભોર (ઉ.વ. ૪૯) ની ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે કોલીથડ ગામે રહેતા રામ વિનુભાઈ ભરવાડ વિદ્ધ ગુનો નોંધ્યો છે.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં ત્રણ દીકરી અને એક પુત્ર છે જેમાં અનિષા વચેટ હતી. દશેક મહિના પૂર્વે અનિષા ઉર્ફે હંસા રાત્રિના ચોરી છુપીથી ફોનમાં વાત કરતી હોય જે ફરિયાદી જોઈ જતા દીકરીને પૂછયું હતું કે, કોની સાથે ફોનમાં વાત કરે છે? જેથી તેણે કહ્યું હતું કે, હત્પં કોલીથડના રામ શિયાળ સાથે ફોનમાં વાત કં છું બાદમાં તેણે કહ્યું હતું કે, મારે રામ સાથે પ્રેમ સંબધં છે અને હત્પં તેની સાથે લ કરવા માગું છું. જેથી પિતાએ દીકરીને સમજાવ્યું હતું કે, રામ ભરવાડ સાથે તારા લ ન કરાવી શકાય તેમ કહી વાતો ન કરવા બાબતે સમજાવી દીકરીને ભાઈ વિનુ ભાભોરના ઘરે વતનમાં મોકલી દીધી હતી અને તેનો ફોન લઈ લીધો હતો.
પરંતુ ત્યારબાદ પણ અનિષાએ નવો મોબાઇલ લઇ રામ સાથેનો સંપર્ક ચાલુ રાખ્યો હતો.
પરિવાર વતન ગયા બાદ ત્રણેક માસ પૂર્વે ફરિયાદી તેમના પત્ની અને બાળકો વતનથી કોલીથડ ગામે મનીષભાઈ સાવલિયાની વાડીમાં ભાગ વાવવા રાખેલ હોય ત્યાં રહેવા આવ્યા હતા ગઇ તા. ૨૭ ના બપોરના ૨:૩૦ વાગ્યા આસપાસ રામ ભરવાડ તથા તેના પિતા વિનુભાઈ ભરવાડ બંને અહીં વાડીએ આવ્યા હતા જેથી ફરિયાદીએ રામના પિતા વિનુભાઈને કહ્યું હતું કે મારી દીકરીને તમારા દીકરા સાથે પ્રેમ સંબધં છે જેથી તમે મારી દીકરીને તમારા ઘરે લઈ જાવ. દરમિયાન રામે અનીષાને ઘરે લઈ જવાની ના કહી હતી પરંતુ તેના પિતા વિનુભાઈએ અનીશાને સમજાવવા માટે તેના ઘરે લઈ ગયા હતા. ત્યારબાદ રાત્રીના આશરે ૧૧:૦૦ વાગ્યા આસપાસ રામ તથા તેના પરિવારના સભ્યો અનિષાને ફરિયાદીના સાઢુભાઈ પ્રકાશ મેડાની વાડીએ મૂકી ગયા હતા યાં પ્રકાશભાઈ તથા તેમના પત્ની કાળીબેને અનીશાને પૂછતા તેણે કહ્યું હતું કે, રામ સાથે મારે પ્રેમ સંબધં હતો અને મને લ કરવાનું પણ કહ્યું હતું. પરંતુ હવે રામ મારી સાથે બોલાચાલી કરી લ કરવાની ના પાડી આપણે કોઈ સંબધં રાખવો નથી. તેમ કહી તારે જીવવું હોય તો જીવ અને મરવું હોય તો મરી જા. તેમ કહી હડધૂત કરી કાઢી મૂકી છે તેવું અનિશાએ રડતા રડતા જણાવ્યું હતું. ત્યારબાદ અહીં જ તા. ૨૮–૭ ના અનીષાએ ઝેરી દવા પી લેતા તેનું તારીખ ૩૦–૭ ના સારવાર દરમિયાન મોત થયું હતું. જેથી આ અંગે મૃતકના પિતાએ નોંધાવેલી ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે કોલીથડના રામ વિનુભાઈ ભરવાડ વિદ્ધ યુવતીને મરવા મજબૂર કરવા અને એટ્રોસિટી ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application