BREAKING NEWS

તમાકુ પર વધેલા ટેકસની અસર: સિગારેટના ભાવ વધ્યા: કલાસિક કનેકટ,ગોલ્ડ લેક મોંઘી

  • September 17, 2026 02:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમાકુ ઉત્પાદનો પર વધેલા ટેકસને કારણે સિગારેટના ભાવમાં ફરી વધારો થયો છે. અહેવાલ મુજબ, આઈટીસીએ પોતાની કેટલીક બ્રાન્ડસના ભાવમાં વધારો કર્યેા છે. તાજેતરના ભાવવધારાની અસર કલાસિક કનેકટ અને ગોલ્ડ લેક સુપર સ્ટાર પર થઈ છે.
ડિલર પાસેથી મળેલી માહિતી મુજબ, નવા ભાવવાળા પેકેટ બજારમાં આવવા લાગ્યા છે. ૨૦ કલાસિક કનેકટ સિગારેટના પેકેટની કિંમત હવે .૪૨૮ થઈ ગઈ છે, યારે અગાઉ તેની કિંમત .૩૯૦ હતી. આ રીતે એક પેકેટ પર .૩૮નો વધારો, એટલે કે આશરે ૯.૭૪ ટકાનો ભાવવધારો થયો છે.
ગોલ્ડ લેક સુપર સ્ટારના ૧૦ સિગારેટના પેકેટની કિંમત હવે .૮૯ થઈ ગઈ છે. અગાઉ આ પેકેટ .૭૯માં મળતું હતું. એટલે કે ગ્રાહકોને હવે એક પેકેટ માટે .૧૦ વધુ ચૂકવવા પડશે, જે આશરે ૧૨.૬૬ ટકાનો વધારો છે.
આ ભાવવધારા પાછળ તમાકુ ઉત્પાદનો પર લાગુ થયેલા નવા ટેકસ માળખાની પણ અસર છે. ૧ ફેબ્રુઆરીથી સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો પર ૪૦ ટકા જીએસટી દર લાગુ થયો છે. આ ઉપરાંત વધારાની એકસાઇઝ ડૂટીનું નવું માળખું પણ અમલમાં આવ્યું છે.
૪૦ ટકા જીએસટી સ્લેબમાં સિગારેટ ઉપરાંત પાન મસાલા, વધારાની ખાંડવાળું એરેટેડ વોટર, કાર્બેાનેટેડ બેવરેજીસ, મિડ–સાઇઝ અને મોટી કાર, ૩૫૦ સીસીથી વધુ ક્ષમતાવાળી મોટરસાઇકલ, વ્યકિતગત ઉપયોગ માટેના વિમાન અને મનોરંજન માટેની યાટસ જેવા ઉત્પાદનોનો પણ સમાવેશ થાય છે.
સિગારેટ માટે વધારાની એકસાઇઝ ડૂટી ૧,૦૦૦ સ્ટિક દીઠ .૨,૦૫૦થી .૮,૫૦૦ સુધી છે. આ રકમ સિગારેટની લંબાઈ અને તેમાં ફિલ્ટર છે કે નહીં તેના આધારે નક્કી થાય છે.
આ ડૂટી જીએસટી ઉપરાંત લાગુ પડે છે, જેના કારણે કંપનીઓ પરનો કુલ ટેકસ બોજ વધ્યો છે. ઉત્પાદકોએ વધેલા ટેકસ ખર્ચનો એક હિસ્સો ગ્રાહકો પર નાખ્યો છે અને લાંબી તથા ફિલ્ટરવાળી સિગારેટ પર તેની વધુ અસર જોવા મળી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application