In Delhi in a single month, 46 innocent people died in fire and accidents, who is ultimately responsible?
દેશની રાજધાની દિલ્હીમાં મે અને જૂન મહિનાની શરૂઆતમાં અકસ્માતોની હારમાળા સર્જાઈ છે. છેલ્લા માત્ર ૩૦ દિવસમાં જુદી જુદી જગ્યાએ લાગેલી ભીષણ આગ અને ઇમારતો ધરાશાયી થવાને કારણે ૪૬ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ફાયર સેફ્ટીના નિયમોને નેવે મૂકીને ચાલતા બાંધકામો અને વહીવટી તંત્રની ઘોર બેદરકારીના કારણે નિર્દોષ નાગરિકો કાળનો કોળિયો બની રહ્યા છે.
દિલ્હીને હચમચાવી દેનારા મુખ્ય અકસ્માતોની યાદી અને વિગતો
માલવીય નગર અગ્નિકાંડ
૨૧ લોકોના કરૂણ મોતજૂન મહિનાની શરૂઆતમાં જ દક્ષિણ દિલ્હીના માલવીય નગરમાં આવેલી એક હોટેલ-રેસ્ટોરન્ટના પરિસરમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં ૨૧ લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા, જેમાં મોટાભાગના વિદેશી નાગરિકો હતા. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ ૪૦થી વધુ લોકોનો બચાવ કર્યો હતો, જેમાંથી કેટલાકે પોતાનો જીવ બચાવવા બારીઓમાંથી કૂદકો મારવો પડ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરીને બિલ્ડિંગની ઊંચાઈ વધારવામાં આવી હતી.
સાકેતમાં પાંચ માળની બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
૩૦ મેના રોજ સાકેત મેટ્રો સ્ટેશન નજીક આવેલા સૈદુલાજાબ વિસ્તારમાં પાંચ માળની કોમર્શિયલ ઇમારત અચાનક તૂટી પડી હતી. આ ભયાનક અકસ્માતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ, ડોક્ટર્સ અને એન્જિનિયર્સ સહિત ૬ લોકોના કાટમાળ નીચે દબાઈ જવાથી મોત નીપજ્યા હતા. આ ઘટનામાં પણ એમસીડી (MCD) ની બેદરકારી અને ગેરકાયદે બાંધકામની ખુલ્લેઆમ પોલ ખુલી ગઈ છે.
એસી (AC) બ્લાસ્ટ અને શોર્ટ સર્કિટની અન્ય મોટી ઘટના
વિવેક વિહાર અગ્નિકાંડ (૩ મે)
પૂર્વ દિલ્હીની એક ચાર માળની રહેણાંક ઇમારતમાં એસી બ્લાસ્ટ થવાના કારણે ભીષણ આગ લાગી હતી, જેમાં એક માસૂમ બાળક સહિત પરિવારના ૯ સભ્યોના મોત થયા હતા.
પાલમ સાધ નગર દુર્ઘટના
સાધ નગરમાં પણ એક બિલ્ડિંગમાં આગ લાગવાથી એક જ પરિવારના ૯ લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો.
હૌઝ ખાસ એન્ક્લેવ અકસ્માત:- અહીં એસી વિસ્ફોટના કારણે લાગેલી આગમાં પૂર્વ આઈએએસ (IAS) અધિકારી અને વિશ્વ બેંકના પૂર્વ સલાહકાર ધનેન્દ્ર કુમારનું અવસાન થયું હતું. આ ઘટનાએ એસીના નિયમિત મેઇન્ટેનન્સ અને સેફ્ટી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
મુકુંદપુર સિલિન્ડર બ્લાસ્ટ (૩ જૂન):- મુકુંદપુરમાં એલપીજી સિલિન્ડર ફાટવાના કારણે આખું મકાન ધરાશાયી થયું હતું અને ૧૧ લોકો ગંભીર રીતે દાઝી જતાં ઘાયલ થયા હતા.
દિલ્હીમાં આગની ઘટનાઓમાં ૭૩% નો તોતિંગ વધારોદિલ્હી ફાયર સર્વિસના સત્તાવાર આંકડા અનુસાર, વર્ષ ૨૦૨૬ના માર્ચ મહિનાની સરખામણીએ એપ્રિલ મહિનામાં જ આગની ઘટનાઓમાં રેકોર્ડબ્રેક ૭૩ ટકાનો વધારો નોંધાયો છે. માત્ર જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે દિલ્હીમાં ૬,૬૯૩ આગના બનાવો નોંધાયા છે, જે વહીવટી તંત્ર માટે ભારે ચિંતાનો વિષય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application