જેતપુરમાં અમરનગર રોડ પર શ્રીજી સ્કુલ પાસે રહેતા વિપુલ રણછોડભાઇ સોજીત્રા(ઉ.વ ૪૮) નામના સોની વેપારીએ જેતપુર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કશ્યપ રામાણી નામના શખસનું નામ આપ્યું છે.વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમને જેતપુરમાં એમ.જી.રોડ પર પટેલ ગોલ્ડ નામની દુકાન આવેલી છે. ગત તા.૬/૩ ના સાંજના પાંચેક વાગ્યે તેમની દુકાને તે તથા તેમનો પુત્ર ધ્રુવ, દુકાનમાં કામ કરનાર પ્રવિણભાઇ ચૌહાણ, હર્ષદભાઇ મકવાણા સહિતના હાજર હતા દરમિયાન આરોપી અહીં દુકાને આવી ૨૪ કેરેટની સોનાની લગડી જોઇએ અને અત્યારે મળી જશે તેમ કહેતા વેપારીએ હા કહી હતી. દસ તોલા લગડીના ભાવ રૂ.૮.૮૪ લાખ કહ્યા હતાં.જેથી પોતાને કશ્યપ રામાણી કહેનાર આ શખસે હા કરી રૂ.૫૦ હજાર રોકડા આપ્યા હતાં. અને કહ્યું હતું કે બીલ અને લગડી તમે જીમખાના કોમ્પલેકસમાં મોકલી આપજો મારે થોડુ મોડુ થાય છે. અને ઝડપ કરાવજો મારે પુજામાં બેસવાનુ છે.બાકીનું પેમેન્ટ તમને ત્યાં જ કરી આપીશ.
બાદમાં સોનાની લગડી તૈયાર થઇ જતા વેપારીનો પુત્ર ધ્રુવ અને અહીં કામ કરનાર હર્ષદભાઇ અને અહીં જીમખાના કોમ્પલેકસ પાસે ગયા હતાં.અહીં કશ્યપ આવ્યો હતો અને સોનાની લગડી તેને આપતા પૈસા ગાડીમાં પડયા છે હું લઇને આવુ તેમ કહી ફોનમાં વાત કરતા કરતા જીમખાના ગ્રાઉન્ડ તરફ ગયા બાદ પરત આવ્યો ન હતો.જેથી આ બાબતે શોધખોળ કરતા તેનો કોઇ પતો ન લાગતા અંતે આ શખસ રૂ.૫૦ હજાર આપી રૂ.૮.૮૪ લાખની સોનાની લગડી ગયા અંગે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં વેપારીએ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેજરીવાલ રાજકોટમાં: વિજય ભાઇ રૂપાણીની પ્રાર્થના સભામાં હાજરી આપશે
June 17, 2025 02:57 PMપૂર્વ CM વિજયભાઇ રૂપાણીની અણધારી વિદાયથી મ્યુનિ.સ્ટાફ ગમગીન; મહાપાલિકા કચેરી ખાલીખમ
June 17, 2025 02:49 PMભારત પાસે પાકિસ્તાન કરતા વધુ પરમાણુ શસ્ત્રો: રશિયા પાસે સૌથી વધુ
June 17, 2025 02:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech