જૂનાગઢમાં ઝાંઝરડા ગામમાં ટીપી હટાવવાની માંગ સો ગઈકાલે ખેડૂતોએ જુડા કચેરી નો ઘેરાવ કરી, રામધુન બોલાવી ધરણા પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું. શહેરમાં ટીપીની અમલવારી કરવામાં આવી ની અને ઝાંઝરડામાં અમલવારી ઠોકતા ખેડૂતોની જમીન હડપ કરવાના પ્રયાસ મામલે ટીપી રદ કરવા ની રજૂઆતનો નિકાલ નહીં આવે તો ચક્કાજામ કરવાની ચીમકી અપાઈ હતી. ખેડૂતોની રજૂઆતોને હકારાત્મક પ્રત્યુતર અપાતા આંદોલન સમેટાયું હતું.
જૂનાગઢ મહાનગરપાલિકાએ ઝાંઝરડા ,સુખપુર, ટીંબાવાડી, શાપુર, જોષીપરા અને ચોબારી સહિતના વિસ્તારોમાં નવી ટીપી અંગેની કામગીરી શરૂ કરતાં ખેડૂતોની હકની ૪૦ ટકા જમીન કબજે કરવાની પેરવી સામે ખેડૂતોમાં રોષ છવાયો છે.ખેડૂતોના જણાવ્યા મુજબ ઝાંઝરડા ગામમાં ટીપી અંગેની અમલવારી કરવાની તજવીજ ચાલી રહી છે ઝાંઝરડા વિસ્તારમાં માપણી કર્યા વગર નકશાઓ બનાવી ટીપીના કાયદાને ોપવામાં આવતા ખેડૂતોને તેની ૪૦ ટકા વારસાઈ જમીન ગુમાવવાનો વારો આવશે. ભારતીય કિસાન સંઘના મનસુખભાઈ પટોળીયાની આગેવાનીમાં ગઈકાલે મહિલા સહિત ખેડૂતો દ્વારા ટીપી હટાવો ખેડૂત બચાવોના સુત્રો સો વિરોધ વ્યક્ત કર્યો હતો.ટીપી મામલે અગાઉ મહેસુલ મંત્રીી લઈ કલેકટરને પત્ર પાઠવવામાં આવ્યા છે. જુડા કચેરી દ્વારા ટીપી માલવારી અંગેની તજવીજ ની કામગીરી શરૂ કરતાં ખેડૂતો દ્વારા ટીપી હટાવવાની માંગ સો અગાઉ પણ આવે તેને પત્ર આપી રજૂઆત કરવામાં આવી જેી અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા પ્રત્યુતર ન અપાતા ગઈકાલે ભારતીય કિસાન સંઘ ની આગેવાનીમાં ખેડૂતો જુડા કચેરીએ ટીપી હટાવોની માંગ સો પહોંચ્યા હતા. ખેડૂતોની માંગ અંગે યોગ્ય પ્રત્યુતર ન મળતા ખેડૂતો વિફર્યા હતા.કચેરીની અંદર જ ધરણા પર બેસી રામધુન બોલાવી હટાવો ખેડૂત બચાવો’ના સૂત્રોચાર સો કચેરીનો ઘેરાવો કરી વિરોધ વ્યક્ત કરાયો હતો. અધિકારીઓ હાજર ન રહેતા મોટી સંખ્યામાં ખેડૂતો ધરણા પર બેસી ગયા હતા . મહિલાઓએ ટીપીી જમીન ગુમાવવાનો વારો આવશે અને બાળકોનો અભ્યાસ પણ બગડશે તેમ જણાવી ટીપી રદ નહીં કરવામાંં આવે તો ચક્કા જામ કર-વાની ચીમકી આપી હતી. અને કચેરી નીચેેે બેસી રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જોકે ખેડૂતોના વિરુદ્ધ પ્રદર્શન બાદ જુડા અધિકારીએ યોગ્યય કરવાની ખાતરી આપતા કિસાન સંઘની આગેવાનીમાં ટીપી રદ કરવાની રજૂઆત સો ખેડૂતોએ આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ટીપી અંગેની રજૂઆત અંગે કાર્યવાહી ાય તે માટે માંગ કરી હતી ત્યારબાદ યોગ્ય પ્રત્યુતર અપાતા આંદોલન સમયયુ હતું. કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ દિનેશભાઈ ધોરાજીયા, જેનતી ભાઈ ધોરાજીયા અને મોટી સંખ્યામાં મહિલાઓ અને ખેડૂતો વિરોધ કાર્યક્રમમાં જોડાયા હતા. ગઈકાલે એક જ દિવસમાં ૭૫ ખેડૂતોએ વાંધા અરજી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech