મણિપુર ફરી હિંસા ભડકી છે. આ વખતે કુકી આતંકવાદીઓએ ગામમાં ડ્રોન વડે બોમ્બમારો કર્યેા છે. આતંકવાદીઓએ પહાડીની ટોચ પરથી નીચેના વિસ્તારોમાં કોટ્રુક અને કડાંગબદં ખીણને નિશાન બનાવ્યું અને પહેલા અંધાધૂંધ ગોળીબાર કર્યેા અને પછી ડ્રોન વડે બોમ્બ ફેંકયા. અચાનક થયેલા હત્પમલાથી ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકો પોતાનો જીવ બચાવવા સુરક્ષિત જગ્યાઓ શોધતા જોવા મળ્યા હતા. હત્પમલામાં બે લોકોના મોત થયા હતા. બે સુરક્ષાકર્મીઓ સહિત નવ અન્ય ઘાયલ થયા છે.
મણિપુર ગૃહ મંત્રાલય દ્રારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાય સરકારને માહિતી મળી છે કે આ ઘટના કથિત રીતે કુકી આતંકવાદીઓ દ્રારા કરવામાં આવી હતી. કૌત્રુક વિસ્તારના નિ:શક્ર ગ્રામીણો પર ડ્રોન, બોમ્બ અને ઘણા અત્યાધુનિક હથિયારોથી હત્પમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક મહિલા સહિત બે લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. રાય સરકારે નિ:શક્ર ગ્રામજનોને આતંકિત કરવાના આવા કૃત્યોને ખૂબ જ ગંભીરતાથી લીધા છે. રાયમાં સામાન્ય સ્થિતિ અને શાંતિ લાવવા માટે સરકાર શકય તમામ પ્રયાસો કરી રહી છે. કોટ્રુક ગામના પંચાયત પ્રમુખના જણાવ્યા અનુસાર, ગઈકાલે બપોરે લગભગ ૨ વાગ્યે સશક્ર આતંકવાદીઓએ ગોળીબાર શ કર્યેા હતો. આતંકવાદીઓ દ્રારા બોમ્બમારાથી ઘણા ઘરોને પણ નુકસાન થયું છે. ગોળીબાર અને બોમ્બ ધડાકા શ થયા ત્યારે ગ્રામીણો તેમના ઘરોમાં હતા. આ ઘટના અંગે કોટ્રક ગામના લોકોએ નિરાશા વ્યકત કરી છે. તેમનું કહેવું છે કે રાય સરકાર દ્રારા શાંતિ પુન:સ્થાપિત કરવા અંગે અનેક ખાતરીઓ આપવામાં આવી હોવા છતાં અમે સુરક્ષિત નથી. સ્થાનિક મહિલા મોનિટરિંગ ગ્રૂપના સભ્ય નિંગથૌજમ તોમેલીએ જણાવ્યું હતું કે રાય સરકાર વારંવાર દાવો કરે છે કે શાંતિ પુન:સ્થાપિત કરવામાં આવી છે, પરંતુ અમે હજી પણ હત્પમલાના ભયમાં જીવી રહ્યા છીએ.
મણિપુર ગૃહ વિભાગે તેને આતંકવાદનું ઘૃણાસ્પદ કૃત્ય ગણાવ્યું છે જે રાયની શાંતિ માટે ખતરો છે. દરમિયાન, સ્થાનિક વહીવટીતંત્રે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં કર્યુ લાદી દીધો છે. મણિપુર સરકારે હત્પમલાની નિંદા કરી અને જવાબદારો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech