BREAKING NEWS

2014ની લોકસભા ચૂંટણીમાં ગુપ્તચર એજન્સીઓ સીઆઈએ અને મોસાદે મળીને કોંગ્રેસને હરાવી હતી

  • November 27, 2025 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




પૂર્વ કોંગ્રેસ સાંસદ કુમાર કેતકરે 2014ની લોકસભા ચૂંટણી પરિણામોને લઈને મોટો દાવો કર્યો છે. પૂર્વ સાંસદે કહ્યું કે, અમેરિકા અને ઈઝરાયલની ગુપ્તચર એજન્સીઓ, સીઆઈએ અને મોસાદે 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હારનું કાવતરૂ રચ્યું હતું. બંધારણ દિવસના અવસરે કોંગ્રેસ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા, રાજ્યસભાના પૂર્વ સભ્યએ કહ્યું કે, પાર્ટીએ 2004ની લોકસભા ચૂંટણીમાં 145 બેઠકો જીતી અને તેના પાંચ વર્ષ બાદ આયોજીત સામાન્ય ચૂંટણીમાં 206 બેઠકો જીતી હતી. જો આ સિલસિલો યથાવત રહ્યો તો કોંગ્રેસ 250 બેઠકો જીતીને સત્તામાં રહી શકતી હતી. જોકે, 2014માં પાર્ટીને મળીને બેઠકોની સંખ્યા ઘટીને 44 રહી ગઈ.

કેતકરે વધુમાં કહ્યું કે ,ચૂંટણી પહેલા આ રમત શરૂ થઈ ગઈ હતી અને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, કોઈપણ સંજોગોમાં કોંગ્રેસની બેઠકોની સંખ્યા વધવી જોઈએ નહીં. એવા સંગઠનો હતા જે આ રીતે કામ કરતા હતા, જ્યાં સુધી અમે કોંગ્રેસને 206થી નીચે ન લાવીએ, ત્યાં સુધી અમે અહીં (ભારતમાં) ધાર્યા નિશાન પાર પાડી શકીશું નહીં. આ સંગઠનોમાંથી એક સીઆઈએ હતું અને બીજું ઈઝરાયલનું મોસાદ. બંનેએ નક્કી કર્યું હતું કે, તેમને ભારતમાં કંઈક કરવું પડશે. જો સ્થિર કોંગ્રેસ સરકાર અથવા કોંગ્રેસની આગેવાની હેઠળની ગઠબંધન સરકાર ફરીથી સત્તામાં આવશે, તો તેઓ ભારતમાં દખલ કરી શકશે નહીં અને તેમની નીતિઓ લાગુ કરી શકશે નહીં.'

તેમણે કહ્યું કે, બંને ગુપ્તચર એજન્સીઓ માને છે કે, ભારતમાં એક અનુકૂળ સરકાર તેમના નિયંત્રણમાં હશે અને બહુમતી સરકાર હોવી જોઈએ. પરંતુ, કોંગ્રેસની નહીં. મોસાદે રાજ્યો અને મતવિસ્તારો પર વિગતવાર ડેટા એકત્રિત કર્યો છે.સીઆઈએ અને મોસાદ પાસે રાજ્યો અને મતવિસ્તારો પર વિગતવાર ડેટા છે. 2014માં તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહ સામે અસંતોષ હતો, પરંતુ એટલી હદે નહીં કે કોંગ્રેસને શરમજનક હારનો સામનો કરવો પડ્યો, તેની સંખ્યા 206 થી ઘટીને 44 થઈ ગઈ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application