BREAKING NEWS

૬૪ વર્ષના વિધાનસભાના ઇતિહાસમાં ૫૮ ધારાસભ્યોના ચાલુ કાર્યકાળે નિધન

  • July 30, 2026 01:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આઠ ટર્મથી ધારાસભ્ય રહેલા યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી મંજલપુર વિધાનસભા બેઠક માટે ગુવારે પેટાચૂંટણી યોજાશે. સત્તાવાર રેકોર્ડ મુજબ, ૧૯૬૨માં ગુજરાતની પ્રથમ વિધાનસભા ચૂંટાઈ ત્યારથી લગભગ દર ત્રણમાંથી બે દિવસ ગૃહે તેની સંપૂર્ણ મંજૂર સભ્યસંખ્યા વગર કામ કયુ છે.
રાયના ૬૪ વર્ષના ચૂંટણી ઇતિહાસમાં એકપણ વિધાનસભા એવી નથી જેણે એક કે તેથી વધુ બેઠેલા ધારાસભ્યોના મૃત્યુ વિના પોતાનો પૂરો કાર્યકાળ પૂર્ણ કર્યેા હોય. રેકોર્ડ દર્શાવે છે કે પ્રથમ વિધાનસભા ચૂંટણીથી લઈને અત્યાર સુધીના કુલ ૨૩,૫૩૬ દિવસોમાંથી, ગૃહ ૫૫.૫ ટકા ( ૧૫,૬૩૪ દિવસ) સમય માટે તેની મંજૂર ક્ષમતા કરતા ઓછી સંખ્યા સાથે રહ્યું છે. ધારાસભ્યોના અવસાનથી ખાલી પડેલી જગ્યાઓ પર પેટાચૂંટણી કે આગામી સામાન્ય ચૂંટણીની રાહ જોવી પડતી હોવાને કારણે ગૃહ માત્ર ૭,૮૮૧ દિવસ જ સંપૂર્ણ તાકાત સાથે કાર્યરત રહી શકયું છે.આ સિલસિલો વર્તમાન ૧૫મી ગુજરાત વિધાનસભામાં પણ ચાલુ રહ્યો છે, જેમાં કરશનભાઈ પટેલ, ગોવિંદ પરમાર અને યોગેશ પટેલ એમ ત્રણ બેઠેલા ધારાસભ્યોના અવસાન થયા છે. બે બેઠકો માટે પેટાચૂંટણીઓ યોજાઈ ચૂકી છે, યારે મંજલપુર બેઠક માટે મતદાન નિર્ધારિત કરવામાં આવ્યું છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, ૧૯૬૦માં રાયની રચના થઈ અને ૧૯૬૨માં પ્રથમ ચૂંટણી યોજાઈ ત્યારથી ગુજરાતની ૧૫ વિધાનસભામાં કુલ ૫૮ ધારાસભ્યોના હોદ્દા પર ના કાર્યકાળ દરમિયાન મૃત્યુ થયા છે. આ દરેક મૃત્યુને કારણે કાં તો પેટાચૂંટણી યોજવી પડી છે અથવા આગામી ચૂંટણીમાં તે ખાલી જગ્યા ભરાઈ છે. ૧૫મી ગુજરાત વિધાનસભા દરમિયાન ૩ ચાલુ ધારાસભ્યોના અવસાન થયા
સત્તાવાર રેકોર્ડમાંથી એકત્રિત કરવામાં આવેલા ડેટા દર્શાવે છે કે ૧૯૬૦માં રાયની રચના થઈ અને ૧૯૬૨માં તેની પ્રથમ ચૂંટણી યોજાઈ ત્યારથી લઈને ગુજરાતની ૧૫ વિધાનસભામાં હોદ્દા પર રહેલા ૫૮ ચાલુ ધારાસભ્યોના અવસાન થયા છે. દરેક મૃત્યુના પરિણામે કાં તો પેટાચૂંટણી યોજાઈ અથવા તો, યાં ચૂંટણી નજીક હતી, ત્યાં આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન ખાલી પડેલી જગ્યા ભરાઈ.૧૯૬૨માં રચાયેલી પ્રથમ ગુજરાત વિધાનસભામાં ૧૫૭ સભ્યો હતા. ૧૯૬૭ની ચૂંટણી પછી સદસ્યસંખ્યા વધારીને ૧૬૮ કરવામાં આવી હતી અને ૧૯૭૫ની વિધાનસભાથી તે ૧૮૨ બેઠકો નક્કી કરવામાં આવી છે. આઠમી વિધાનસભામાં હોદ્દા પર રહેલા ધારાસભ્યોના સૌથી વધુ મૃત્યુ નોંધાયા હતા, જેમાં તેના કાર્યકાળ દરમિયાન નવ ધારાસભ્યોનું અવસાન થયું હતું. પ્રથમ અને ચોથી વિધાનસભામાં પ્રત્યેકમાં માત્ર એક ચાલુ ધારાસભ્યનું મૃત્યુ નોંધાયું હતું.
હોદ્દા પર હોય ત્યારે અવસાન પામેલા ધારાસભ્યોની યાદીમાં ત્રણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો પણ સામેલ છે. ૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૫ના રોજ કચ્છ ઉપર પાકિસ્તાની એરફોર્સ દ્રારા તેમનું વિમાન તોડી પાડવામાં આવ્યું ત્યારે બળવંતરાય મહેતા મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી રહ્યા હતા અને ધારાસભ્ય હતા. ચિમનભાઈ પટેલ ૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪ના રોજ રાયના મુખ્ય પ્રધાન અને ધારાસભ્ય તરીકે સેવા આપતી વખતે હાર્ટ એટકથી અવસાન પામ્યા હતા. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અમરસિંહ ચૌધરીનું પણ ૧૫ ઓગસ્ટ, ૨૦૦૪ના રોજ ખેડબ્રહ્મા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી વખતે અવસાન થયું હતું.અન્ય કોઈપણ વ્યવસાય કે ક્ષેત્રની જેમ ચાલુ ધારાસભ્યોનું અવસાન એ એક કુદરતી ઘટના છે. જો કે, એવું જોવા મળ્યું છે કે કેટલાક નેતાઓ ખૂબ જ મોટી ઉંમરે ધારાસભ્ય બને છે,તો તબિયતન કારણે સંસદ અને અન્ય રાયોની વિધાનસભાઓમાં પણ આવું બનતું હોય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News