BREAKING NEWS

રાજકોટમાં નવરાત્રિ માટે 9 મેદાનો ભાડે આપવા ટેન્ડર પ્રસિધ્ધ, અર્વાચીન રાસોત્સવના આયોજકોની પડાપડી

  • September 16, 2026 04:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી પર્વ અંતર્ગત યોજાતા અર્વાચીન રાસોત્સવ માટે મ્યુનિસિપલ મેદાનો ભાડે આપવા ૧૫ દિવસની સમય મર્યાદા સાથેનું ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.


વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરની મધ્યમાં આવેલા (૧) રેસકોર્સના બે મેદાનો (૨) નાના મવા સર્કલ પાસેનું મેદાન, (૩) અમિન માર્ગના છેડે કોર્નરનું મેદાન (૪) સાધુ વાસવાણી રોડ ઉપર રાજપેલેસ બિલ્ડિંગ પાસેનું મેદાન તેમજ (૫) રૈયા રોડ ઉપર પ્રમુખ સ્વામી મહારાજ ઓડિટોરિયમ પાસેનું મેદાન અને સહિતના છ મેદાનો ઉપરાંત આ વર્ષથી નવા ઉમેરેલા બે મેદાનો ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર બાલાજી હોલ પાસેનું મેદાન તેમજ સત્ય સાંઇ હોસ્પિટલ રોડ ઉપરનું મેદાન સહિતના કુલ આઠ મેદાનો ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં રૂ.૧ લાખની ડિપોઝિટ ઉપરાંત પ્રતિ ચોરસ મીટર દીઠ રૂ.પાંચથી છની અપસેટ પ્રાઇસ રાખવામાં આવી છે. આ ઉપરાંત ટેક્સ અને ચાર્જની અલગથી વસૂલાત થશે. ઉપરોક્ત આઠ મેદાનો ઉપરાંત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ પણ હવે નવરાત્રીમાં ભાડે અપાતું હોય તેનું અલગથી ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ મુજબ કુલ નવ મેદાનો ભાડે અપાશે.

એક તબક્કે એવી વાત હતી કે, મેદાનો ભાડે આપવાના ટેન્ડર પણ હવેથી ઓનલાઇન પ્રસિધ્ધ કરવામાં આવશે પરંતુ તે શક્ય બન્યું નથી અને રાબેતા મુજબ ઓફલાઇન ટેન્ડર જ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. એકંદરે મહાનગરપાલિકાને મેદાનોના ભાડા પેટે ગત વર્ષથી વધુ આવક થશે કે રેવન્યુ લોસ થશે ? તેની ગણતરી મંડાઇ રહી છે.

મહાનગરપાલિકા આ મેદાનો ભાડે આપશે

૧. રેસકોર્સ મેદાન ભાગ-એ ૧૨,૮૦૦ ચો.મી.- અપસેટ રૂ.૬ અને ઇએમડી રૂ.૧ લાખ

૨. રેસકોર્સ મેદાન ભાગ-બી ૧૨,૭૨૩ ચો.મી.

૩. નાના મવા સર્કલનો પ્લોટ ૯,૪૩૮ ચો.મી.- અપસેટ રૂ.૬ અને ઇએમડી રૂ.૧ લાખ

૪. સાધુવાસવાણી રોડ, રાજ પેલેસ સામેનો પ્લોટ ૫,૩૮૮ ચો.મી.- અપસેટ રૂ.૬ અને ઇએમડી રૂ.૧ લાખ

૫. પ્રમુખ સ્વામી ઓડીટોરિયમની બાજુનો પ્લોટ, ૩,૦૭૩ ચો.મી.-અપસેટ રૂ.૫ અને ઇએમડી રૂ.૧ લાખ

૬. અમીનમાર્ગ કોર્નર, જેડ બ્લ્યુની સામેનો પ્લોટ ૪,૬૬૯ ચો.મી.- અપસેટ રૂ.૫ અને ઇએમડી રૂ.૧ લાખ

૭. ૧૫૦ ફુટ રીંગ રોડ, બાલાજી હોલ પાસે, પાઠક સ્કુલની પાછળ, એપલ અલ્ટુરા એપા.ની બાજુમાં આવેલ પ્લોટ ૬૧૪૩ ચો.મી.- અપસેટ રૂ.૫ અને ઇએમડી રૂ.૧ લાખ

૮.સંત્યસાઈ હાર્ટ હોસ્પિટલ રોડ, શગુન રેસિડેન્સીની બાજુમાં, પ્રધુમન પાર્ક સોસા. સામે આવેલ પ્લોટ ૫૮૦૦ ચો.મી.-અપસેટ રૂ.૫ અને ઇએમડી રૂ.૧ લાખ





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application