રાજકોટની ઈમ્પિરિયલ હોટલના કિચનમાં આગ, સ્ટાફ અને અંદર લોકોમાં અફરાતફરી, ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો
રાજકોટની ઈમ્પિરિયલ હોટલના કિચનમાં આગ, સ્ટાફ અને અંદર લોકોમાં અફરાતફરી, ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો
November 11, 2026 09:46 PM
રાજકોટ શહેરમાં આવેલી નામાંકિત ઈમ્પિરિયલ હોટલના કિચનની ચીમનીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાને કારણે હોટલ પરિસરમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. કિચન વિસ્તારમાંથી ધુમાડાના ગોટેગોટા બહાર આવવા લાગતા હોટલના સ્ટાફ અને અંદર હાજર લોકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. જોકે, રાહતની વાત એ રહી કે ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે મોટી હોનારત ટળી ગઈ હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ઇમરજન્સી નંબર પર સંપર્ક કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ફાયર વિભાગની ટીમ ત્વરિત હરકતમાં આવી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી, પરંતુ હોટલ સંચાલકોની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો જરૂર ઊભા થયા છે.