BREAKING NEWS

અરવલ્લીમાં બીજા દિવસે પણ ITના દરોડા, હવે EDની એન્ટ્રી, મોટા ખુલાસા થવાની શક્યતા

  • October 01, 2025 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અરવલ્લી જિલ્લામાં આવકવેરા વિભાગ દ્વારા શરૂ કરાયેલ સર્ચ ઓપરેશન બીજા દિવસે પણ યથાવત રહ્યું છે. મોડાસા, મેઘરજ સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં આવકવેરા વિભાગના અધિકારીઓએ ડોક્ટરો, બિલ્ડરો અને વેપારીઓને ત્યાં દરોડા પાડી તપાસ ચાલુ રાખી છે. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર આ ઓપરેશનને 30 કલાકથી વધુ સમય વીતી ગયો છે, છતાં તપાસ ચાલુ જ છે. લેન્ડ ડીલર સલીમ દાદુને ત્યાં પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. 


વેપારીઓ, બિલ્ડરો, ડોક્ટર્સને ત્યાં દરોડા

સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર ઓપરેશનમાં EDની પણ એન્ટ્રી થઈ હોવાનું જાણવા મળ્યું છે, મોડાસા શહેરના બિઝનેસ હબ એવા વિસ્તારોમાં વેપારીઓ, બિલ્ડરો, ડોક્ટર્સ સહિતના અનેક પ્રતિષ્ઠિત લોકોના સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે.


દસ્તાવેજોની બારીકીથી ચકાસણી

મોડાસા સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ દ્વારા દસ્તાવેજોની બારીકીથી ચકાસણી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારો જપ્ત કરાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.


આવકવેરા વિભાગ તથા EDનું સંયુક્ત ઓપરેશન

તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં બિનહિસાબી નાણાં, બોગસ દસ્તાવેજો અને શંકાસ્પદ વ્યવહારો બહાર આવવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. આવકવેરા વિભાગ તથા EDનું સંયુક્ત ઓપરેશન કેટલાક દિવસ સુધી ચાલી શકે છે એવું સૂત્રો જણાવે છે. દરોડાની કાર્યવાહીથી સ્થાનિક લોકો તથા વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News