BREAKING NEWS

રાજકોટમાં ઇન્ડિયા-સાઉથ આફ્રિકા A ટીમનું સયાજી હોટલમાં ભવ્ય સ્વાગત, દિલ્હી બ્લાસ્ટને લઈ સુરક્ષા વધારાઈ

  • November 11, 2025 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ખંઢેરી સ્ટેડિયમ ખાતે ઇન્ડિયા-સાઉથ આફ્રિકા એ ટીમ વચ્ચે ત્રણ વન-ડે મેચનું આયોજન કરવામાં આવ્યું છે. બંને ટીમના ખેલાડીઓ ગઈકાલે રાજકોટ પહોંચી ગયા હતા અને તમામ ખેલાડીઓનું સયાજી હોટેલ ખાતે કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.


ખેલાડીઓએ કાઠિયાવાડી વાનગીઓનો સ્વાદ માણ્યો

રાત્રીના ખેલાડીઓને કાઠિયાવાડી સહિતની વાનગીઓ પીરસવામાં આવી હતી. ઇન્ડિયન ક્રિકેટ ટીમની ઉભરતી પ્રતિભા ગણાતા રિયાન પરાગનો ગઈકાલે જન્મ દિવસ હોવાથી સયાજી હોટેલ ખાતે કેક કટિંગ કરી સેલિબ્રેશન કરવામાં આવ્યું હતુ.


તિલક વર્માની કેપ્ટનશિપ હેઠળ મેદાનમાં ઉતરશે

ઇન્ડિયા એ ટીમ તિલક વર્માની કેપ્ટનશિપ હેઠળ મેદાનમાં ઉતરશે. તા.13ના પ્રથમ મેચ બપોરે 1.30 વાગ્યે શરૂ થશે, બીજી મેચ તા.16ના અને ત્રીજી તા.19ના રમાનાર છે. જેમાં પ્રથમ બંને મેચ ડે-નાઈટ હોવાથી ક્રિકેટ રસિકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જયારે ત્રીજો મેચ સવારે નવ વાગ્યે શરૂ થશે. ખાસ કરીને નિ:શુલ્ક પ્રવેશ હોવાથી મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ મેચ નિહાળવા ખંઢેરી સ્ટેડિયમ ખાતે ઉમટશે. ભારતીય એ ટિમના કેપ્ટન તિલક વર્મા, અભિષેક શર્મા,ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ સહિતના સ્ટાર પ્લેયર પ્રેક્ષકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.


ઇન્ડિયા એ- ટીમ

તિલક વર્મા - કેપ્ટન

રૂતુરાજ ગાયકવાડ - વાઇસ કેપ્ટન

અભિષેક શર્મા

રિયાન પરાગ

ઈશાન કિશન - વિકેટ કીપર

આયુષ બદોની

નિશાંત સિંધુ

વિપ્રજ નિગમ

માનવ સુથાર

હર્ષિત રાણા

અર્શદીપ સિંહ

પ્રસિદ્ધ કૃષ્ણ

ખલીલ અહેમદ

પ્રભસિમરન સિંહ - વિકેટ કીપર


સાઉથ ઇન્ડિયા એ- ટીમ

માર્ક્સ એકરમેન - કેપ્ટન

રૂબિન હર્મન

લુઆન-ડ્રે પ્રિટોરિયસ

જોર્ડન હર્મન

સિનેથેમ્બા કેશિલે

ડિયાન ફોરેસ્ટર

મિહાલી એમપોંગવાના

બીજોર્ન ફોર્ટ્યુઈન

નકાબા પીટર

લુથો સિપમલા

ડેલાનો પોટગીટર

ઓટ્ટનીલ બાર્ટમેન

ટિયાન વાન વ્યુરેન

ત્શેપો મોરેકી

રિવાલ્ડો મૂનસામી


સયાજી હોટેલ ખાતે સુરક્ષા વધારાઈ

દિલ્હી લાલગેટ પાસેના આતંકી બ્લાસ્ટથી સમગ્ર દેશની એજન્સીઓ એલર્ટ થઇ છે ત્યારે ગત રાત્રિથી જ પોલીસ વિભાગ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં પણ ગઈકાલે પોલીસ દ્વારા રેલવે સ્ટેશન-બસ પોર્ટ સહીત શહેરભરમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે સયાજી હોટેલ ખાતે ઇન્ડિયાઅને સાઉથ આફ્રિકાની ટીમના પ્લેયરોનું દશ દિવસનું રોકાણ હોવાથી રાતથી જ પોલીસ દ્વારા હોટેલ બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application