ભારતમાં ૨૦૨૫માં શિપ રિસાયકલિંગ વધીને ૨૯.૯ લાખ ટન થયું
જૂના જહાજોને રિસાયકલિંગ કરવામાં ભારત વિશ્વનો સૌથી મોટો દેશ બની ગયો છે. ૨૦૨૫માં વૈશ્વિક શિપ રિસાયકલિંગ માર્કેટમાં ૩૫.૪ ટકા હિસ્સા સાથે ભારત વિશ્વના સૌથી મોટા દેશ તરીકે ઉભરી આવ્યું છે. વર્ષ ૨૦૨૪માં ભારતનો બજારહિસ્સો ૩૦.૧ ટકા હતો. જૂના, બિનઉપયોગી અથવા નિષ્ક્રિય જહાજોને તોડી પાડવાની અને તેના ભાગોનો પુન:ઉપયોગ કરવાની પ્રક્રિયાને શિપ રિસાયકલિંગ કહેવામાં આવે છે.
યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટના તાજેતરના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ૨૦૨૫માં શિપ રિસાયકિંલગ વધીને ૨૯.૯ લાખ ટન થયું, જે ૨૦૨૪માં ૧૮.૬ લાખ ટન કરતાં લગભગ ૬૦ ટકા વધુ છે. નિવેદન અનુસાર, આ સિદ્ધિ સાથે, ભારતનું વિશ્વનું ટોચનું રિસાઈકલ રાષ્ટ્ર્ર બનવાનું લય છે. વિઝન ૨૦૩૦' નિર્ધારિત સમય પહેલા પ્રા કરવામાં આવ્યું છે.
આ અવસર પર, કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી, સર્બાનદં સોનોવાલે જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે ટોચના જહાજ રિસાયકલિંગ દેશ તરીકે ભારતનો ઉદભવ સતત નીતિગત સુધારાઓ, ઉધોગના પ્રયાસો અને આંતરરાષ્ટ્ર્રીય પર્યાવરણ અને સલામતી ધોરણોનું પાલન કરવાનું પરિણામ છે. તેમણે કહ્યું કે આ જવાબદાર અને ટકાઉ જહાજ રિસાયકલિંગ માટે વૈશ્વિક હબ તરીકે ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે
અલગં શિપ રિસાયકલિંગ યાર્ડ તેની ક્ષમતા વધારીને બમણી કરશે
સુત્રોએ વધુમાં ઉમેયુ હતું કે અલગં શિપ રિસાયકિંલગ યાર્ડનું વિસ્તરણ કરીને ભારત તેની શિપ રિસાયકલિંગ ક્ષમતાને લગભગ બમણી કરીને લગભગ ૯ મિલિયન લાઇટ ડિસ્પ્લેસમેન્ટ ટન કરવાનું લય ધરાવે છે. ગુજરાત સરકારે ભવિષ્યની માંગને પહોંચી વળવા, ઈન્ફ્રાસ્ટ્રકચર સુધારવા અને વૈશ્વિક બજારમાં ભારતની સ્પર્ધાત્મકતા વધારવા માટે એક વ્યાપક માસ્ટર પ્લાન તૈયાર કર્યેા છે.બાલ્ટિક અને ઇન્ટરનેશનલ મેરીટાઇમ કાઉન્સિલ અનુસાર, આગામી દાયકામાં વિશ્વભરમાં ૧૬,૦૦૦ થી વધુ જહાજોનું રિસાયકલિંગ થવાની અપેક્ષા છે અને ભારત તેની શિપ રિસાયકિંલગ ક્ષમતા વધારીને દર વર્ષે અંદાજે ૫૦૦ થી ૬૦૦ જહાજોને રિસાયકલિંગ કરવા માટે સારી સ્થિતિ લાવી શકયું છે.