ભારતીય અર્થતત્રં નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫માં ૭ ટકાના દરે વૃદ્ધિ કરી શકે છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે વલ્ર્ડ ઇકોનોમિક આઉટલુક ગ્રોથએ અંદાજ જાહેર કર્યેા છે. આઇએમએફ અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી ૭ ટકા રહેવાનો અંદાજ છે. જુલાઈ મહિનામાં પણ આઇએમએફએ તેના અંદાજમાં ૭ ટકા આર્થિક વૃદ્ધિ દરનો વિશ્વાસ વ્યકત કર્યેા હતો. જો કે આ એપ્રિલ ૨૦૨૪માં જાહેર કરાયેલા અંદાજ કરતાં ૦.૨ ટકા વધુ છે.
આઇએમએફએ તેના વિકાસના અંદાજમાં જણાવ્યું હતું કે ભારતમાં જીડીપી વૃદ્ધિ નાણાકીય વર્ષ ૨૦૨૩–૨૪માં ૮.૨ ટકાની સરખામણીમાં ૨૦૨૪–૨૫માં ૭ ટકા રહેશે. યારે ૨૦૨૫–૨૬માં જીડીપી વૃદ્ધિ ૬.૫ ટકા રહેવાનો અંદાજ છે. આઇએમએફના જણાવ્યા અનુસાર કોરોના મહામારી દરમિયાન જોવા મળતી પેંટઅપ ડિમાન્ડ હવે સમા થઈ રહી છે અને અર્થવ્યવસ્થા હવે તેની ક્ષમતા મુજબ વૃદ્ધિ દર્શાવી રહી છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફડં અનુસાર ૨૦૨૪માં વૈશ્વિક અર્થવ્યવસ્થા ૩.૨ ટકાના દરે વૃદ્ધિ થશે.
ભારતીય રિઝર્વ બેંકે પણ ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દર ૭.૨ ટકા રહેવાનો અંદાજ મૂકયો છે. વિશ્વ બેંકે ૭ ટકા વૃદ્ધિ દરનો અંદાજ મૂકયો છે. ફુગાવાના મોરચે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે પોતાના અંદાજમાં કહ્યું છે કે વૈશ્વિક સ્તરે મોંઘવારી દરમાં ઘટાડો થશે. ફુગાવાનો દર ૨૦૨૩માં ૬.૭ ટકાની સરખામણીએ ૨૦૨૪માં ૫.૮ ટકા રહેવાનો અંદાજ છે. ભારત માટેના તેના અનુમાનમાં આઇએમએફએ જણાવ્યું હતું કે ભારતમાં ફુગાવાનો દર નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫માં ૪.૪ ટકા અને નાણાકીય વર્ષ ૨૦૨૫–૨૬માં ૪.૧ ટકા રહેવાની ધારણા છે. આઇએમએફએ તેના આઉટલુકમાં જણાવ્યું હતું કે માલની કિંમતો હવે સ્થિર થઈ રહી છે પરંતુ ઘણા પ્રદેશોમાં સેવાની કિંમતનો ફુગાવો હજુ પણ ઐંચો છે.
આઇએમએફ અનુસાર, વૈશ્વિક તણાવને કારણે કોમોડિટીના ભાવમાં વધારાને કારણે કેન્દ્રીય બેંકો દ્રારા વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં વિલબં થઈ શકે છે. જેના કારણે રાજકોષીય નીતિ અને નાણાકીય સ્થિરતાને ફટકો પડી શકે છે
આઇએમએફ દ્રારા અન્ય દેશોનો જીડીપી ગ્રોથ અંદાજ : ૨૦૨૪યુએસ: ૨.૮ ટકા
જર્મની: ૦.૦ ટકા
ફ્રાન્સ: ૧.૧ ટકા
ઇટાલી: ૦.૭ ટકા
સ્પેન: ૨.૯ ટકા
યુકે: ૧.૧ ટકા
જાપાન: ૦.૩ ટકા
કેનેડા: ૧.૩ ટકા
ચીન: ૪.૮ ટકા
ભારત: ૭.૦ ટકા
રશિયા: ૩.૬ ટકા
બ્રાઝિલ: ૩.૦ ટકા
મેકિસકો: ૧.૫ ટકા
કેએસએ: ૧.૫ ટકા
નાઈજીરીયા: ૨.૯ ટક
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech