અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેંસએ ભારતને એવી સલાહ આપી હતી કે ભારતે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ એવી રીતે આપવો જોઈએ કે તેનાથી પ્રાદેશિક યુદ્ધ ન થાય. તેમણે એવી પણ આશા વ્યકત કરી કે પાકિસ્તાન ભારતને સહયોગ કરશે જેથી પાકિસ્તાની ધરતી પરથી કાર્યરત આતંકવાદીઓને પકડી શકાય અને તેમની સામે કાર્યવાહી કરી શકાય. પહેલગામ હુમલા પર પ્રતિક્રિયા આપતા જેડી વેંસએ કહ્યું કે અમને આશા છે કે ભારત આ આતંકવાદી હુમલાનો જવાબ એવી રીતે આપશે કે તેનાથી વ્યાપક પ્રાદેશિક સંઘર્ષ ન થાય. તેમણે કહ્યું કે અમને એવી પણ આશા છે કે પાકિસ્તાન, જો તે કોઈપણ રીતે જવાબદાર હોય, તો આતંકવાદીઓને પકડવામાં અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં ભારતને સહયોગ કરશે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે યારે પહેલગામ આતંકવાદી હત્પમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઝડપથી વધી રહ્યો છે. આ હત્પમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા, અને તેને ૨૦૧૯ના પુલવામા હત્પમલા પછીનો સૌથી મોટો આતંકવાદી હુમલો માનવામાં આવી રહ્યો છે. હત્પમલા સમયે જેડી વેંસ અને તેમનો પરિવાર ચાર દિવસની ભારતની મુલાકાતે હતા.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કેા બિયોએ વિદેશ મંત્રી એસ જયશંકર અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે ફોન પર વાત કરી. બિયોએ પાકિસ્તાની અધિકારીઓને તપાસમાં સહયોગ કરવા અને તણાવ ઘટાડવા માટે કામ કરવા જણાવ્યું.
તે જ સમયે,ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પહેલગામ હત્પમલાના ગુનેગારોને સજા આપવામાં આવશે. આ નરેન્દ્ર મોદીનું ભારત છે. તેમણે કહ્યું કે આજે ફરી એકવાર હત્પં આ સંકલ્પને યાદ કરાવવા માંગુ છું કે આતંકવાદ સામેની આપણી લડાઈ ચાલુ રહેશે. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, પછી ભલે તે ડાબેરી ઉગ્રવાદ હોય કે કાશ્મીર મુદ્દો, જો કોઈ કાયરતાપૂર્ણ કૃત્ય કરે છે, તો કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. અમે દરેક ઈંચ જમીન પરથી આતંકવાદને નાબૂદ કરીશું. આતંકવાદ સામે વિશ્વના તમામ દેશો એક થયા છે અને ભારતની સાથે ઉભા છે. આતંકવાદનો અતં ન આવે ત્યાં સુધી તેમને સજા આપવામાં આવશે. સેનાને કાર્યવાહી માટે છૂટ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech