ICC દ્વારા 8 વર્ષ બાદ આયોજિત ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને વિજય મેળવ્યો છે. દુબઈમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું છે. આ જીત સાથે ભારતીય ટીમને 2.24 મિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 20 કરોડ રૂપિયાનું ઈનામ મળ્યું છે, જ્યારે રનર-અપ ન્યૂઝીલેન્ડને 1.12 મિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 10 કરોડ રૂપિયાનું ઈનામ મળ્યું છે.
ICC દ્વારા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટેની ઇનામી રકમની જાહેરાત પહેલાથી જ કરવામાં આવી હતી. સેમિફાઇનલમાં હારેલી ટીમો, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને પણ દરેકને 560,000 યુએસ ડોલરનું ઈનામ મળ્યું છે. આ ટૂર્નામેન્ટ માટે ICCએ 6.9 મિલિયન યુએસ ડોલરની ઇનામી રકમ નક્કી કરી હતી. 2017ની ટૂર્નામેન્ટની સરખામણીમાં ઈનામની રકમમાં 53 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.
ભારતીય ટીમની જીતથી દેશભરમાં ઉજવણીનો માહોલ છે. ભારતીય ક્રિકેટપ્રેમીઓએ સોશિયલ મીડિયા પર ટીમને અભિનંદન પાઠવ્યા છે. આ જીત યુવા ખેલાડીઓને પ્રેરણા આપશે અને ભારતીય ક્રિકેટને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
આ સિવાય ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીની દરેક મેચ મહત્વની હતી. ગ્રુપ તબક્કામાં દરેક મેચ જીતવા બદલ, વિજેતા ટીમને વધારાના 34 હજાર યુએસ ડોલર, એટલે કે લગભગ 30 લાખ રૂપિયા મળશે. આ સાથે, ટુર્નામેન્ટમાં ભાગ લેવા બદલ એક લાખ 25 હજાર યુએસ ડોલર પણ આપવામાં આવશે. આ વખતે ICC એ પાંચમા, છઠ્ઠા, સાતમા અને આઠમા ક્રમની ટીમો માટે પણ ઇનામી રકમ રાખી હતી. અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ પાંચમા અને છઠ્ઠા સ્થાને હતા, જ્યારે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન સાતમા અને આઠમા સ્થાને હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech