યુએસ સેનેટે રશિયા પર પ્રતિબંધો લાદવાનું બિલ પસાર કયુ છે, જેનાથી ભારત અને અન્ય ચાર દેશો પર ૧૦૦ ટકા સુધીના ટેરિફ લાદવાનું જોખમ ઊભું થયું છે. ભારત સહિત પાંચ દેશો ચીન, સ્લોવાકિયા, હંગેરી અને અઝરબૈજાનને ૧૦૦ ટકા ટેરિફનો સામનો કરવો પડી શકે છે. યુએસ સેનેટ દ્રારા પસાર કરાયેલા બિલનો હેતુ યુક્રેન પરના હત્પમલા બદલ મોસ્કો પર આર્થિક દબાણ વધારવાનો છે. મતદાન દરમિયાન, ૮૬ સેનેટરોએ બિલની તરફેણમાં અને ૧૨ વિદ્ધ મતદાન કયુ.રશિયા પર પ્રતિબંધો અંગેનું આ બિલ સ્વર્ગસ્થ સેનેટર લિન્ડસે ગ્રેહામ દ્રારા તૈયાર કરવામાં આવ્યું હતું. તે મંગળવારે યુક્રેનિયન રાષ્ટ્ર્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ યુએસ કેપિટોલની મુલાકાત લીધી હતી ત્યારે યુએસ સેનેટમાં રજૂ કરવામાં આવ્યું હતું. જો આ બિલ કાયદો બનશે તો રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ઓઇલ અને ગેસ આયાત કરતા દેશો પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ૧૦૦ ટકા સુધી ટેરિફ લાદવાની સત્તા મળશે. આ બિલ હેઠળ નીચે મુજબના ૫ દેશો મુખ્ય નિશાન પર છે. જેમાં ભારત, ચીન, સ્લોવાકિયા, હંગેરી અને અઝરબૈજાનનો સમાવેશ થાય છે.આ ટેરિફ દ્રારા, યુએસ બધા દેશોને સંકેત આપવા માંગે છે કે રશિયા સાથે ઊર્જા વેપાર બધં કરવો જોઈએ. ગ્રેહામે અગાઉ જણાવ્યું હતું કે એપ્રિલ ૨૦૨૫માં રજૂ કરાયેલા બિલ અંગે રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર તણાવ છતાં તેને મંજૂરી આપી હતી.
પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષને કારણે ભારતની રશિયન ઊર્જા પર નિર્ભરતા વધી છે. દરમિયાન, આ બિલ એવા સમયે આવ્યું છે યારે યુદ્ધે હોર્મુઝ સ્ટ્રેટ દ્રારા શિપિંગમાં વિક્ષેપ પાડો છે.
ભારત અગાઉ આ જળમાર્ગ દ્રારા તેની કુલ તેલ આયાતનો આશરે ૪૦ ટકા હિસ્સો મેળવતું હતું, પરંતુ સંઘર્ષે રિફાઇનરીઓને પ્રાથમિક વિકલ્પ તરીકે રશિયન ક્રૂડ તેલ તરફ વળવાની ફરજ પાડી હતી. હોર્મુઝ સ્ટ્રેટ બધં થવાને કારણે, અમેરિકાએ રશિયન તેલ પરના પ્રતિબંધો અસ્થાયી પે હટાવી લીધા. અમેરિકાનું માનવું હતું કે આ ખરીદીઓથી રશિયાને ફાયદો થશે નહીં.
મધ્ય પૂર્વ યુદ્ધ દરમિયાન, ભારતે રશિયા પાસેથી રેકોર્ડ પ્રમાણમાં તેલ ખરીધું. જૂન ૨૦૨૬માં, રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઇલની આયાતમાં ૩૪ ટકાનો વધારો થયો.
સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ કલીન એર અનુસાર, આ આયાતોનું મૂલ્ય ૪.૫ બિલિયન ડોલર હતું, જે ક્રૂડ ઓઇલ નિકાસમાંથી રશિયાની કુલ આવકના આશરે ૩૬ ટકા જેટલું હતું. જોકે, અમેરિકા હવે રશિયન તેલની ખરીદી પર સંપૂર્ણ પ્રતિબધં લાદવાની તૈયારીમાં છે.
પશ્ચિમ એશિયામાં ઈરાન–અમેરિકા યુદ્ધના કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દ્રારા થતી ઓઇલની સપ્લાય ખોરવાઈ ગઈ હતી. આ કારણે ભારતીય રિફાઇનરીઓએ રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું પ્રમાણ વધાયુ હતું. ઓગસ્ટ ૨૦૨૫માં પણ અમેરિકાએ ભારત પર ૨૫ ટકા વધારાનો ટેરિફ લાધો હતો, જેથી ભારત પર કુલ ટેરિફ ૫૦ ટકા થઈ ગયો હતો. બાદમાં ઈરાન સંકટ વખતે ફેબ્રુઆરીમાં રાહત આપવામાં આવી હતી, પરંતુ હવે ફરી ૧૦૦ ટકા ટેરિફનો ખતરો ઉભો થયો છે.
સેનેટમાં પ્રક્રિયાગત મંજૂરી મળ્યા બાદ આ બિલ સપ્ટેમ્બરમાં યોજાનારી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ ની બેઠકમાં રજૂ થશે. ત્યાંથી પસાર થયા બાદ અને રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર થયા પછી જ તે આખરી કાયદો બનશે. જોકે, આ બિલથી સીધા ટેરિફ લાગુ નહીં થાય પણ પ્રમુખ ટ્રમ્પને ભારત જેવા દેશો પર નવું આર્થિક દબાણ લાવવા માટેનું મોટું હથિયાર મળી જશે