ભારતીય પુરૂષ હોકી ટીમના અનુભવી ગોલકીપર અને કેપ્ટન પીઆર શ્રીજેશે સોમવારે નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે કહ્યું કે, પેરિસ ઓલિમ્પિક તેનો છેલ્લો આંતરરાષ્ટ્રીય પ્રવાસ હશે. 36 વર્ષીય શ્રીજેશની આ ચોથી ઓલિમ્પિક છે. તેમની કપ્તાની હેઠળ, ભારતે 2016 રિયો ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો અને ટીમ આઠમા સ્થાને રહી હતી. જો કે, 2020 ટોક્યો ઓલિમ્પિકમાં તેમને ભારતીય ટીમ સાથે ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
શ્રીજેશે ભારત માટે 328 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ સિવાય તેમને ઘણી કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ કપમાં પણ ભાગ લીધો છે. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી શરૂ થશે. શ્રીજેશે હોકી ઈન્ડિયાની એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, 'હું પેરિસમાં મારી છેલ્લી ટૂર્નામેન્ટની તૈયારી કરી રહ્યો છું, હું ખૂબ ગર્વ સાથે મારી ભૂતકાળની કારકિર્દી જોવ છું અને આશાના કિરણ સાથે આગળ ભવિષ્ય વધુ છું.'
શ્રીજેશે વધુમાં કહ્યું કે, 'આ પ્રવાસ અસાધારણથી ઓછો રહ્યો નથી અને હું મારા પરિવાર, ટીમના સાથીઓ, કોચ, પ્રશંસકો અને હોકી ઈન્ડિયાના પ્રેમ અને સમર્થન માટે હંમેશા આભારી રહીશ. મારામાં વિશ્વાસ કરવા બદલ આભાર. મારા સાથી ખેલાડીઓ મુશ્કેલ સમયમાં મારી સાથે ઉભા રહ્યા છે. અમે બધા અહીં પેરિસમાં અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માંગીએ છીએ અને નિશ્વિત રૂપથી અમારી ઈચ્છા અમારા ચંદ્રકોનો રંગ બદલવાની છે.
2010 વર્લ્ડ કપમાં શરૂઆત કર્યા બાદથી શ્રીજેશ ભારત માટે કેટલીક યાદગાર વિજયનો ભાગ રહ્યા છે. જેમાં 2014માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ અને 2018 એશિયન ગેમ્સમાં જકાર્તા-પાલેમ્બાંગમાં બ્રોન્ઝ સહિત અનેક મેડલ શામેલ છે. 2018માં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સંયુક્ત વિજેતા ટીમ ઉપરાંત, ભુવનેશ્વરમાં 2019ની FIH મેન્સ સિરીઝ ફાઇનલ ચેમ્પિયન ટીમમાં પણ હતા. આ ઉપરાંત, તે 2022 કોમનવેલ્થ ગેમ્સ અને 2023 એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં સિલ્વર મેડલ જીતનારી ટીમનો પણ ભાગ હતા. તેમને 2022 એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ જીતવામાં મદદ કરી હતી.
શ્રીજેશને 2021માં ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. તે તેમજ 2022માં તેઓ વર્ષ 2021 માટે શ્રેષ્ઠ રમતવીર તરીકે પસંદગી પામ્યા હતા. શ્રીજેશે તેની ગર્લફ્રેન્ડ અનીશા સાથે લગ્ન કર્યા, જેઓ લોન્ગ જમ્પર અને આયુર્વેદ ડૉક્ટર પણ છે. આ દંપતીને એક પુત્રી (અનુશ્રી) અને એક પુત્ર પણ છે. શ્રીજેશ 2016માં સરદાર સિંહની જગ્યાએ ભારતીય પુરુષ હોકી ટીમના કેપ્ટન બન્યા હતા. ટોક્યો ઓલિમ્પિકમાં તેની ગોલકીપિંગથી તેણે ભારતને 41 વર્ષ પછી મેન્સ હોકીમાં ઓલિમ્પિક મેડલ જીતવામાં મદદ કરી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech