BREAKING NEWS

શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 2019 પોઈન્ટ ડાઉન: માત્ર 5 સેકન્ડમાં 7 લાખ કરોડ સ્વાહા, જાણો બજાર તૂટવા પાછના કારણો

  • March 19, 2026 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વૈશ્વિક બજારમાં ઉથલપાથલ વચ્ચે, સ્થાનિક બજારમાં પણ ટ્રેડિંગ શરૂ થતાં જ મોટો મંદીનો અનુભવ થયો. સતત ત્રણ ટ્રેડિંગ દિવસોમાં રૂ. 9 લાખ કરોડથી વધુ કમાણી કર્યા પછી, રોકાણકારોની સંપત્તિને આજે મોટો ફટકો પડ્યો. બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં રૂ. 7 લાખ કરોડનો ઘટાડો થયો. શરૂઆતના ટ્રેડિંગમાં જ સેન્સેક્સ 2019 પોઈન્ટ તૂટી 74,685ના સ્તરે અને નિફ્ટી 600 પોઈન્ટ ઘટીને 23,777ના સ્તરે ટ્રેડ થયો હતો હતો.


ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા જતા સંઘર્ષે તેલ સંકટને વેગ આપ્યો છે, જેના કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 112 ડોલરને વટાવી ગયા છે. આના કારણે વૈશ્વિક સ્તરે હોબાળો મચી ગયો છે, અને સ્થાનિક શેરબજારમાં પણ આગ લાગી છે. આજે, સેન્સેક્સ ઇન્ડેક્સ રેડ ઝોનમાં છે. મિડકેપ અને સ્મોલકેપ શેરો પણ ભારે વેચાણ દબાણનો સામનો કરી રહ્યા છે. એકંદરે, બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 7 લાખ કરોડનો ઘટાડો થયો છે, એટલે કે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં રૂ. 7 લાખ કરોડનો ઘટાડો થયો છે. આમ, સતત ત્રણ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં થયેલા રૂ.9.18 લાખ કરોડના મોટાભાગના વધારાનું આજે ધોવાણ થઇ ગયું છે.

આ બજાર ગભરાટ પાછળનું સૌથી મોટું કારણ છેલ્લા 20 દિવસથી અમેરિકા, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ છે. આ યુદ્ધ શાંત થવાને બદલે વધુ વધ્યું છે. મધ્ય પૂર્વમાં એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલાના અહેવાલોએ વિશ્વભરના બજારોમાં ગભરાટ ફેલાવ્યો છે. મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી દેખાઈ રહી છે. ઈરાને કતારના રાસ લાફાન ગેસ સુવિધા પર મિસાઈલ હુમલો કર્યો, જે વિશ્વના સૌથી મોટા એલએનજી હબમાંના એક છે. તેના જવાબમાં, અમેરિકા અને ઇઝરાયલે ઈરાનના દક્ષિણ પારસ ગેસ ક્ષેત્ર અને તેલ સુવિધાઓને પણ નિશાન બનાવી છે. આ યુદ્ધે વિશ્વભરમાં સપ્લાય ચેઇન અને ઊર્જા બજારોને જોખમમાં મૂક્યા છે.


ગઈકાલે સેન્સેક્સ ૬૩૩.૨૯ પોઈન્ટ એટલે કે ૦.૮૩ ટકાના વધારા સાથે ૭૬,૭૦૪.૧૩ પર બંધ થયો હતો અને નિફ્ટી ૫૦ ૧૯૬.૬૫ પોઈન્ટ એટલે કે ૦.૮૩ ટકા ના વધારા સાથે ૨૩,૭૭૭.૮૦ પર બંધ થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application