BREAKING NEWS

એશિયન ગેમ્સમાં ભારતની મહિલા રિકર્વ ટીમે 75 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ગોલ્ડ મેડલ જીત્યો

  • October 02, 2026 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે એશિયન ગેમ્સ 2026ના 14મા દિવસે ભારતે 11મો ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. એશિયન ગેમ્સના 75 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ભારતની મહિલા રિકર્વ ટીમે એશિયન ગેમ્સમાં કોઈ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ મેચ શરૂઆતથી જ ટક્કરની રહી હતી. સ્થિતિ પણ અનુકુળ નહોતી. એટલા માટે બંને ટીમના ખેલાડીઓ માટે પરફેક્ટ 10 નો સ્કૉર કરવો મુશ્કેલ હતો. તીરંદાજીમાં મહિલા રિકર્વ ટીમે દક્ષિણ કોરિયાને 5-3થી હરાવીને ઇતિહાસ રચી દીધો. ભારત તરફથી કીર્તિ, કુમકુમ અને અંકિતાએ મુશ્કેલ સ્થિતિમાં સારી રમત દાખવતા આ જીત નોંધાવી હતી.


ભારતને તીરંદાજીમાં ગોલ્ડ પછી સિલ્વર મેડલ પણ મળ્યો હતો. કુમકુમ મોહોડ અને ધીરજ બોમ્મદેવરાની જોડી રિકર્વ મિક્સ્ડ ટીમ ફાઇનલમાં ચીની જોડી સામે 3-5થી હારી ગઈ હતી. એશિયન ગેમ્સમાં મિક્સ્ડ રિકર્વ ટીમ ઇવેન્ટમાં આ ભારતનો પહેલો મેડલ છે.


બંને ટીમે કુલ 48 શૉટ ફટકાર્યા હતા જેમાંથી ફક્ત 12 વખત ખેલાડીઓ 10નો સ્કૉર કરી શક્યા હતા. મુશ્કેલ સ્થિતિમાં બંને તરફથી 7 અને 8નો સ્કૉર પણ થયો હતો. પહેલા સેટમાં ભારત અને દક્ષિણ કોરિયા 54-54થી બરાબરી પર હતા. બીજા સેટમાં પણ બંને ટીમે 56-56 નો સ્કૉર કર્યો હતો. જોકે ત્રીજા સેટમાં ભારતે લીડ મેળવી અને 55-51થી જીતીને સેટ પોતાના નામે કર્યો હતો. આ સાથે 2 બહુમુલ્ય પોઇન્ટ પણ મળ્યા હતા. ત્યાં સધુી ભારતને 4-2ની લીડ મળી ગઈ હતી.છેલ્લા સેટમાં ભારતે ડ્રૉ રમવાની જરૂર હતી. ઉલ્લેખનીય છે કે તીરંદાજીમાં દક્ષિણ કોરિયા હંમેશા બાદશાહની જેમ રમ્યું છે. તેણે અત્યાર સુધી કુલ 94 મેડલ પોતાના નામે કર્યા હતા.


આજે, ભારતીય ખેલાડીઓ બોક્સિંગ, તીરંદાજી, વોલીબોલ, સેઇલિંગ, કેનો સ્લેલોમ, હોકી, કુસ્તી, સેપક તકરાર, રગ્બી સેવન્સ, ગોલ્ફ, તાઈકવોન્ડો અને સાયકલિંગમાં પોતાની તાકાત બતાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application