ઇઝરાયલના આયર્ન ડોમ, ડેવિડના સ્લિંગ અને એરોની જેમ, ભારત પણ ત્રણ–સ્તરીય મિસાઇલ સંરક્ષણ પ્રણાલી તૈનાત કરવાની તૈયારી કરી રહ્યું છે. એકવાર આ તૈયાર થઈ ગયા પછી, ભારત કોઈપણ હવાઈ હુમલાની સ્થિતિમાં સંપૂર્ણપણે તૈયાર રહેશે. આ સંરક્ષણ પ્રણાલીઓમાં ભારત–ઇઝરાયલ એમઆરએસએએમ (મધ્યમ રેન્જ સર્ફેસ–ટુ–એર મિસાઇલ), સ્વદેશી રીતે વિકસિત કયુઆરએસએએમ (કિવક રિએકશન સર્ફેસ–ટુ–એર મિસાઇલ) અને ખૂબ જ ટૂંકા અંતરની એર ડિફેન્સ સિસ્ટમનો સમાવેશ થાય છે.
આ બધી સિસ્ટમો ભારતની તકનીકી શ્રેતાને પ્રતિબિંબિત કરે છે અને ડીઆરડીઓના હવાઈ સંરક્ષણ મિસાઇલ વિકાસ કાર્યક્રમમાં એક સીમાચિ઼પ સાબિત થશે. આ સાથે, ડીઆરડીઓએ સ્વદેશી ટેકનોલોજી પર બનેલ ડી–૪ કાઉન્ટર ડ્રોન સિસ્ટમ પણ વિકસાવી છે, જે દેશના મુખ્ય સંવેદનશીલ સ્થળોએ તૈનાત કરવામાં આવી રહી છે.
ભારતમાં બનેલ આયર્ન ડોમ ડીઆરડીઓના માર્ગદર્શન હેઠળ ભારતીય સેનાના પૂર્વીય અને દક્ષિણ કમાન્ડે ૩ અને ૪ એપ્રિલના રોજ ડો. ખાતે આયર્ન ડોમ પરીક્ષણ કયુ. એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી એમઆર–એસએએમ સિસ્ટમના ચાર સફળ ઓપરેશનલ લાઇટ પરીક્ષણો કરવામાં આવ્યા છે. આ મિસાઇલોએ ૫૫ થી ૬૦ કિમીની રેન્જમાં સીધા પ્રહાર કરીને હાઇ–સ્પીડ હવાઈ લયોને અટકાવ્યા અને નાશ કર્યેા. આ પરીક્ષણોએ લાંબા અંતર, ટૂંકા અંતર, ઉચ્ચ ઐંચાઈ અને ઓછી ઐંચાઈ
(અનુ. નવમા પાને)સ્વદેશી આયરન ડોમ
(પહેલા પાનાનું ચાલુ)
પર લયો સામે સફળ કામગીરી દર્શાવી. આનાથી બે રેજિમેન્ટમાં એમઆર–એસએએમ સિસ્ટમનો સમાવેશ કરવાનો માર્ગ મોકળો થયો છે.
દરેક એમઆર–એસએએમ સિસ્ટમમાં કમાન્ડ–એન્ડ–કંટ્રોલ યુનિટ, ટ્રેકિંગ રડાર, મોબાઇલ લોન્ચર અને સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલોનો સમાવેશ થાય છે. એવી શકયતા છે કે એમઆર–એસએએમને ડીઆરડીઓ દ્રારા વિકસાવવામાં આવી રહેલી બેલિસ્ટિક મિસાઇલ સંરક્ષણ પ્રણાલી સાથે સંકલિત કરવામાં આવશે.
કિવક રિએકશન સરફેસ–ટુ–એર મિસાઇલ એ એક એરિયા ડિફેન્સ સિસ્ટમ છે જે સર્ચ–ઓન–મૂવ, ટ્રેક–ઓન–મૂવ અને ફાયર–ઓન–શોર્ટ–હોલ્ટ ઓપરેશન્સ માટે રચાયેલ છે. ૩૦ કિમી સુધી અનેક લયોને ભેદી શકે છે. ભારતીય સેના દ્રારા મૂલ્યાંકન પરીક્ષણોના ભાગ પે,કયુઆરએસએએમ સિસ્ટમનું આખરે સપ્ટેમ્બર ૨૦૨૨ માં પરીક્ષણ કરવામાં આવ્યું.
ડીઆરડીઓ દ્રારા વિકસાવવામાં આવેલી ખૂબ જ ટૂંકી શ્રેણીની હવાઈ સંરક્ષણ પ્રણાલી ઓછી ઐંચાઈવાળા હવાઈ જોખમોનો સામનો કરવા માટે આપ્ટિમાઇઝ કરવામાં આવી છે. તેને પોર્ટેબલ ઉપકરણોથી માણસો દ્રારા લોન્ચ કરી શકાય છે. તે ૬–૭ કિલોમીટરના અંતરે સ્થિત લયો પર હત્પમલો કરી શકે છે.
તેનું છેલ્લું પરીક્ષણ ૨ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ કરવામાં આવ્યું હતું, યારે તેણે સતત ત્રણ પરીક્ષણોમાં ખૂબ જ ઓછી ઐંચાઈએ ઉડતા હાઇ–સ્પીડ લયોને સફળતાપૂર્વક હિટ કર્યા હતા.
આ ઉપરાંત, ડીઆરડીઓ એ ડી–૪ (ડ્રોન, ડિટેકટ, ડિટર અને ડિસ્ટ્રોય) સિસ્ટમ પણ સ્વદેશી રીતે વિકસાવી છે, જેની જાહેરાત ૨૭ માર્ચે કરવામાં આવી હતી. આ સિસ્ટમ હવે શહેરોમાં સંવેદનશીલ સંસ્થાઓમાં તૈનાત કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech