રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપરના ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા અિકાંડમાં ૨૭ નિર્દેાષ લોકોએ જાન ગુમાવ્યાની દુર્ઘટનાથી પથ્થર જેવુ હૃદય ધરાવનારાઓ પણ પીગળી જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. દરમિયાન અિકાંડ મુદ્દે આજ દિવસ સુધી એકપણ શબ્દ નહીં ઉચ્ચારનાર રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા ગઈકાલે પ્રથમ વખત જાહેરમાં જોવા મળ્યા હતા. રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ પત્રકારોએ અિકાંડ મામલે મેયરને સવાલો પૂછવાનું શરૂ કયુ હતું. દરમિયાન શહેરના પ્રથમ નાગરિક તરીકેની જવાબદારી સ્વીકારીને ગંભીરતાપૂર્વક પત્રકારોને પ્રત્યુતર આપવાના બદલે મેયર નયનાબેન પેઢડિયાએ બેજવાબદારીભયુ વલણ દાખવીને ચાલતી પકડી હતી.
રાજકોટના મતદારોએ જેમને ખોબલે ખોબલે મત આપ્યા છે અને પક્ષના નગરસેવકોએ પણ જેમને સર્વસ્વીકૃત માની રાજકોટના મેયર તરીકેની જવાબદારી સોંપી છે તેવા નયનાબેન પેઢડિયાએ અિકાંડ મુદ્દે ઉઠેલા કોઈ સવાલોનો જવાબ નહીં આપીને સડસડાટ કાર્યાલયની બહાર નીકળી જવાનું મુનાસીબ માન્યું હતું. એટલું જ નહીં બહાર નીકળી ગયા બાદ પણ પાર્ટીના કાર્યકરો કે આગેવાનોની સાથે પણ તેઓ ઉભા રહ્યા ન હતા અને તુરતં જ અન્ય એક મહિલા સાથે ત્યાંથી સ્કૂટર પર બેસી રવાના થઈ ગયા હતા.
અિકાંડની દુર્ઘટના બાદ ફકત રાજકોટ શહેર નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર્રમાંથી મૃત્યુ પામેલાઓ માટે પ્રાર્થનાઓ તેમજ શ્રધ્ધાંજલિના કાર્યક્રમો યોજાવા લાગ્યા હતા. જયારે આ ઘટના બન્યાના પાંચ દિવસ બાદ તો મેયર નયનાબેન પેઢડિયાને મૃતકોને શ્રધ્ધાંજલિ આપવાનો સમય મળ્યો હતો. શું આવી ભયાનક દુર્ઘટના બન્યા બાદ તેમને શ્રધ્ધાંજલિ આપવાનો પણ સમય નહીં મળ્યો હોય તેવો સવાલ શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યો છે.કદાચ પાર્ટીની સૂચના હોય કે અિકાંડ મામલે કઈં નહીં બોલવું તો પણ તેઓ નો–કોમેન્ટસ એટલું તો બોલીજ શકે પરંતુ તેઓએ તેટલું બોલવાની પણ તસ્દી લીધી ન હતી અને જાણે દોટ મુકી હોય તે રીતે ચાલતી પકડી હતી. શહેરમાં આવી મોટી દુર્ઘટના બની તેમ છતાં આ દુર્ઘટના વિશે મેયર એક શબ્દ પણ ન બોલે તે બાબત ઘણું બધુ સૂચવી જાય છે.
આગામી દિવસોમાં મહાપાલિકાના પદાધિકારીઓમાં પણ પરિવર્તન આવશે તેવી ચર્ચાએ જોર પકડયું છે ત્યારે હવે આગામી દિવસોમાં કોણ જોવા મળશે અને કોણ નહીં તે જોવું રહ્યું. કદાચ મેયર એ વાત ભુલી ગયા છે કે તેઓ રાજકોટના મેયર છે કોઈ પક્ષના મેયર હોતા નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech