દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલી બ્લાસ્ટની ઘટના બાદ સમગ્ર દેશમાં એલર્ટ છે અને સુરક્ષા વ્યવસ્થાને લઈ પોલીસ સતર્ક છે. ગુજરાતમાં પણ પોલીસ એલર્ટ છે. ત્યારે રાજકોટમાં ઇન્ડિયા એ અને દક્ષિણ આફ્રિકા એ ટીમ વચ્ચે રાજકોટ સ્થિત ખંઢેરી સ્ટેડિયમમાં આવતીકાલે મેચ રમનાર હોય તેની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈ રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા અહીં ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે.
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત પોલીસ અલર્ટ મોડ પર છે. ત્યારે રાજકોટના જામનગર રોડ નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે આવતીકાથી ભારત એ અને દ.આફ્રિકા એ ની ટીમ વચ્ચે મેચ રમાનાર છે. મેચને લઈ ખેલાડીઓની સુરક્ષા વ્યવસ્થા અને અહીં મેચ જોવા આવનાર દર્શકોની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા અહીં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. મેચની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના સુપરવીઝનમાં બૉમ્બ સ્કોડ અને ડોગ સ્કોડની ટીમને સાથે રાખી રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સ્ટેડિયમ ખાતે ચેકીંગ કરવામાં આવ્યું હતું.