કોઈ પણ વ્યવસાયની સાથે શેર બજારમાં રોકાણ કરીને જલ્દી પૈસા કમાઈ શકાય તેવું માનનારા લોકોની આખં ખુલી જાય તેવી હકીકત સેબીના તાજેતરના રીપોર્ટમાં સામે આવી છે. રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ ૨૫–૨૬ માં ઇકિવટી ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગ કરતા રિટેલ રોકાણકારોને આશરે ૯૧,૬૮૫ કરોડનું ચોખ્ખું નુકસાન થયું હતું. જેનો અર્થ એવો પણ થઈ શકે કે દરેક રિટેલ ટ્રેડરએ સરેરાશ ૧.૧૭ લાખ ગુમાવ્યા હતા. નોંધપાત્ર રીતે, ટ્રેડર્સની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં, પ્રતિ ટ્રેડર સરેરાશ નુકસાન વધ્યું.
સેબીના અભ્યાસ મુજબ, સક્રિય વ્યકિતગત ટ્રેડર્સની સંખ્યા નાણાકીય વર્ષ ૨૫ માં ૧ કરોડ ૬ લાખથી ૧૮% ઘટીને ૮૭ લાખ થઈ ગઈ. નાણાકીય વર્ષ ૨૦૧૬ પછી આ પહેલી વાર છે યારે રિટેલ ટ્રેડર્સની સંખ્યામાં વાર્ષિક ઘટાડો નોંધાયો છે. રિપોર્ટ અનુસાર, નવા ટ્રેડર્સની સંખ્યામાં પણ તીવ્ર ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ ૨૬ માં ડેરિવેટિવ્ઝ માર્કેટમાં આશરે ૨૦ લાખ નવા ટ્રેડર્સ પ્રવેશ્યા, જે નાણાકીય વર્ષ ૨૫ માં ૩૪ લાખ હતા.જો કે કુલ નુકસાનમાં ઘટાડો થયો છે, પરંતુ છૂટક ટ્રેડર્સ માટે ચિત્ર ચિંતાજનક છે. નાણાકીય વર્ષ ૨૬ માં, સરેરાશ ટ્રેડરએ આશરે ૧.૧૭ લાખ ગુમાવ્યા, જે નાણાકીય વર્ષ ૨૫ માં ૧.૧૩ લાખ હતું. આ સરેરાશ નુકસાનમાં આશરે ૨% નો વધારો દર્શાવે છે. ટ્રેડર્સ બજારથી દૂર રહેવા લાગ્યા અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ ૨૬ માં આશરે ૪૬ લાખ ટ્રેડર્સ જેમણે નાણાકીય વર્ષ ૨૫ માં વેપાર કર્યેા હતો પરંતુ તે પછીના નાણાકીય વર્ષમાં વેપાર કર્યેા ન હતો. આ સંખ્યા નાણાકીય વર્ષ ૨૫ માં આશરે ૨૬ મિલિયન એકિઝટ કરતા લગભગ ૭૬% વધારે છે. સેબીના ડેટા દર્શાવે છે કે નાણાકીય વર્ષ ૨૬માં ડેરિવેટિવ્ઝ માર્કેટમાં રિટેલ ભાગીદારીમાં પહેલીવાર મોટો બ્રેક જોવા મળ્યો. જો કે, ટ્રેડર્સની સંખ્યા નાણાકીય વર્ષ ૨૧ પહેલાના સ્તરો કરતા નોંધપાત્ર રીતે વધારે રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application