પાકિસ્તાનથી પાછા ફરતા ઈરાનના અરાઘચી અને ગાલિબાફના વિમાનને ઇઝરાયેલ ઉડાવી દેવાનું હતું
પાકિસ્તાનથી પાછા ફરતા ઈરાનના અરાઘચી અને ગાલિબાફના વિમાનને ઇઝરાયેલ ઉડાવી દેવાનું હતું
July 03, 2026 02:22 PM
ઇઝરાયલે તાજેતરમાં ટોચના ઇરાની વાટાઘાટકારોને રસ્તામાં જ મારી નાખવાનું કાવતં ઘડું હતું, યારે વોશિંગ્ટન વચગાળાની શાંતિ કરાર પર પહોંચવા માટે નાજુક વાટાઘાટો કરી રહ્યું હતું. ન્યૂ યોર્ક ટાઇમ્સે વર્તમાન અને ભૂતપૂર્વ યુએસ અધિકારીઓને ટાંકીને આ ખુલાસો કર્યેા છે.તેમણે વધુમાં ઉમેયુ હતું કે એપ્રિલમાં શ થયેલી નાજુક યુદ્ધવિરામ વાટાઘાટો દરમિયાન બે મુખ્ય ઇરાની અધિકારીઓ – વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી અને સંસદના સ્પીકર મોહમ્મદ બાકર ગાલિબાફને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે યુએસ અધિકારીઓની ચિંતા વધી ગઈ.અમેરિકાને ડર હતો કે જો ઇઝરાયલ આ પ્રયાસમાં સફળ થશે, તો વાટાઘાટો પડી ભાંગશે. તેથી, વોશિંગ્ટને પ્રદેશના અન્ય દેશોને ઇરાનને આ વિશે ચેતવણી આપવા કહ્યું હતું. યુદ્ધની શઆતથી જ ઇરાની નેતાઓની હત્યા ઇઝરાયલની રણનીતિનો ભાગ હતી. ૨૮ ફેબ્રુઆરીના રોજ યુદ્ધની શઆતમાં ઇઝરાયલી અને યુએસ હત્પમલામાં ઇઝરાયલી નેતા આયાતુલ્લાહ અલી ખામેની અને ઘણા ટોચના અધિકારીઓ માર્યા ગયા હતા