BREAKING NEWS

અમેરિકાના પ્રતિબંધો લાગુ થતાં ઈરાનની બગદાદ અને મસ્કતની લાઇટસ રદ થઇ

  • September 23, 2026 02:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકા દ્રારા ઈરાનના ઉડ્ડયન ક્ષેત્ર પર નવા પ્રતિબંધો અમલમાં આવતા તેની અસર હવે આંતરરાષ્ટ્ર્રીય લાઈટસ પર જોવા મળી રહી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ઈરાનથી ઇરાકની રાજધાની બગદાદ અને ઓમાનની રાજધાની મસ્કત જતી લાઈટસ રદ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સસ્પેન્શન બુધવારની મધરાતથી અમલમાં આવશે.
ઈરાનની તસ્નીમ ન્યૂઝ એજન્સીએ પણ નાગરિક ઉડ્ડયન વિભાગના પ્રવકતાને ટાંકીને જણાવ્યું હતું કે બગદાદ અને મસ્કત એરપોર્ટ હવે ઈરાની લાઈટસ સ્વીકારશે નહીં. અમેરિકાની નવી કાર્યવાહી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.તસ્મીમના અહેવાલ મુજબ, ઈરાનના ઉડ્ડયન અધિકારીઓ બગદાદ જતી લાઈટસને નજફ તરફ ડાયવર્ટ કરવા અંગે ચર્ચા કરી રહ્યા છે. નજફ ઈરાની યાત્રાળુઓ માટે મહત્વનું ધાર્મિક સ્થળ છે અને મોટી સંખ્યામાં ઈરાની મુસાફરો અહીં પહોંચે છે.
જોકે, તમામ આંતરરાષ્ટ્ર્રીય લાઈટસ પર હાલ અસર પડી નથી. તસ્નીમના જણાવ્યા અનુસાર, ઈસ્તાંબુલ સહિત અન્ય આંતરરાષ્ટ્ર્રીય ટની લાઈટસ નિર્ધારિત સમયપત્રક મુજબ ચાલુ રહેશે. હાલમાં આ લાઈટસને લઈને કોઈ સમસ્યા નથી.અમેરિકાના ટ્રેઝરી વિભાગે ઈરાનના ઉડ્ડયન ક્ષેત્ર સામે પ્રતિબંધો વધુ કડક કર્યા છે. અમેરિકાનો આરોપ છે કે ઈરાનનું ઉડ્ડયન નેટવર્ક હથિયારો, કર્મચારીઓ અને ગેરકાયદે સામગ્રીના પરિવહન માટે ઉપયોગમાં લેવાય છે. આ કારણે ઈરાની એરલાઈન્સ અને ઉડ્ડયન ક્ષેત્ર સાથે જોડાયેલી કેટલીક કંપનીઓને નિશાન બનાવવામાં આવી છે.અમેરિકાએ વિદેશી એરપોર્ટ અને સેવા આપતી કંપનીઓને પણ ચેતવણી આપી છે કે જો તેઓ ઈરાની એરલાઈન્સને સેવાઓ આપવાનું ચાલુ રાખશે તો તેઓ પર પણ સેકન્ડરી પ્રતિબંધો લાગી શકે છે.
અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે જણાવ્યું છે કે નવા પ્રતિબંધો લાગુ થયા બાદ ઈરાની એરલાઈન્સ માટે આંતરરાષ્ટ્ર્રીય સ્તરે કામગીરી કરવી મુશ્કેલ બની શકે છે. વિદેશી કંપનીઓ જો ઈરાની વિમાનોને ઈંધણ, લેન્ડિંગ સેવા, ગ્રાઉન્ડ હેન્ડલિંગ અથવા ટિકિટિંગ જેવી સેવાઓ આપશે તો અમેરિકી કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.બેસેન્ટે જણાવ્યું હતું કે ઈરાની એરલાઈન્સ કોઈ એરપોર્ટ પર પહોંચે ત્યારે તેમને ઈંધણ, લેન્ડિંગ સેવા અથવા ટિકિટિંગ જેવી સુવિધાઓ પૂરી પાડતી કંપનીઓ પર પણ કાર્યવાહી થઈ શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application