ઘણીવાર ઘરમાં કોઈ પણ કારણ વગર દરરોજ વાદ-વિવાદ, માનસિક તણાવ અને ક્લેશનું વાતાવરણ સર્જાતું હોય છે. આ બધી સમસ્યાઓ પાછળ ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા અથવા ખરાબ નજર જવાબદાર હોઈ શકે છે. ઘરમાં રોજ થતા ઝઘડા અને તણાવથી મુક્તિ અપાવશે આ 6 આસાન અને પરંપરાગત ઉપાયો!
વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો ઘરમાં સુખ અને શાંતિ જાળવી રાખવી હોય, તો નીચેના ૬ પવિત્ર અને આસાન ઉપાયો કરવા જોઈએ
૧. સિંધાલૂણ (સિંધા નમક) ના પાણીનું પોતું જેમીઠાને નકારાત્મક શક્તિઓ શોષી લેવા માટે સૌથી શ્રેષ્ઠ માધ્યમ માનવામાં આવે છે.ઘરમાં દરરોજ અથવા અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વાર (ગુરુવાર સિવાય) પોતું કરતી વખતે પાણીમાં થોડું સિંધાલૂણ મીઠું ઉમેરી દેવું. તેનાથી ઘરના સભ્યો વચ્ચેનો માનસિક તણાવ ઘટે છે.
૨. કપૂર અને લવિંગનો ચમત્કારી ધુમાડો જે કપૂરની સુવાસ અને લવિંગની ઉર્જાથી ઘરમાં રહેલી ખરાબ નજરની અસરો કાયમ માટે નાબૂદ થાય છે. રોજ સવારે અથવા સાંજે આરતી કર્યા પછી માટીના દીવામાં કે કપૂરદાનીમાં કપૂર સાથે ૨ લવિંગ સળગાવીને તેનો ધુમાડો આખા ઘરમાં ફેરવવો. આ ઉપાય વાતાવરણને પવિત્ર બનાવે છે.
૩. મુખ્ય દ્વાર પર હળદરના પાણીનો છંટકાવ અને સ્વાસ્તિક કરવાથી ઘરનો મેઈન ગેટ એ સકારાત્મક ઉર્જા અને ખુશીઓના પ્રવેશનો મુખ્ય માર્ગ છે.સવારે સ્નાન કર્યા પછી મુખ્ય દરવાજાની આસપાસ તાજા પાણીમાં થોડી હળદર મિક્સ કરીને છંટકાવ કરવો. આ સાથે જ દરવાજાની બંને બાજુ કંકુ અથવા હળદરથી પવિત્ર 'સ્વાસ્તિક' નું ચિહ્ન બનાવવું, જેથી બહારની ખરાબ નજર અંદર પ્રવેશી ન શકે.
૪. તુલસીનો છોડ ઘરમાં પોઝિટિવ એનર્જીનો સૌથી મોટો સોર્સ છે. જો ઘરમાં ક્લેશ રહેતો હોય, તો તુલસીના ક્યારાને હંમેશાં ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ (ઈશાન કોણ) દિશામાં જ રાખવો. રોજ સાંજે ત્યાં ઘીનો દીવો પ્રગટાવવો અને છોડની આસપાસ ક્યારેય ગંદકી કે જૂતા-ચપ્પલ ન રાખવા.
૫. ઈશાન કોણને હંમેશાં સાફ-સુથરો રાખવો,ઘરની ઉત્તર-પૂર્વ (ઈશાન કોણ) દિશા એ દેવી-દેવતાઓનું સ્થાન માનવામાં આવે છે. આ ખૂણામાં જો ભારે સામાન, ભંગાર કે કચરો રાખવામાં આવે તો પરિવારમાં અશાંતિ વધે છે. આ ખૂણાને હંમેશાં ખાલી અને હવાઉજાસ રાખવો તથા ત્યાં એક પાત્રમાં ગંગાજળ કે ચોખ્ખું પાણી ભરીને રાખવું અતિ શુભ ગણાય છે.
૬. પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા કુંડળીના દોષોને શાંત કરવા માટે ઘરની છત અથવા ગેલેરી (બાલકની) માં પક્ષીઓ માટે દાણા અને પાણીનું કૂંડું મૂકવું. આ પૂણ્ય કાર્યથી રાહુ-કેતુ અને શનિના અશુભ પ્રભાવો ઓછા થાય છે અને પરસ્પર પ્રેમ વધે છે.આ ચમત્કારી પ્રયોગ.