પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્રમ્પ સાથે અનેક મુદ્દાઓ પર દ્વિપક્ષીય ચચર્િ કરી. આ બેઠક દરમિયાન ચીનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હવે ચીને પણ ટ્રમ્પ અને મોદી વચ્ચેની આ મુલાકાત અંગે નિવેદન આપ્યું છે. મોદી અને ટ્રમ્પ વચ્ચેની મુલાકાત પર પ્રતિક્રિયા આપતા, ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે કોઈએ પણ તેમના દ્વિપક્ષીય સંબંધોમાં ચીનને મુદ્દો ન બનાવવો જોઈએ અને તેમના સહયોગથી અન્ય કોઈ દેશના હિતોને નુકસાન ન થવું જોઈએ.
વોશિંગ્ટનમાં યુએસ રાષ્ટ્રપતિ અને મોદી વચ્ચેની મુલાકાત દરમિયાન, સંરક્ષણ સહયોગ પર ખૂબ જ વિગતવાર ચચર્િ થઈ હતી. જે બાદ ચીનને લઈને તમામ પ્રકારની અટકળો ચાલી રહી છે. ત્યારે વાટાઘાટો બાદ જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં, બંને નેતાઓએ પુનરોચ્ચાર કર્યો કે અમેરિકા અને ભારત વચ્ચે ગાઢ ભાગીદારી મુક્ત, ખુલ્લા, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે અને અન્ય મુદ્દાઓ ઉપરાંત ક્વાડ ભાગીદારીને મજબૂત બનાવવા પર ચચર્િ કરી.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને કહ્યું કે દ્વિપક્ષીય સહયોગમાં ત્રીજા દેશોને લક્ષ્ય બનાવવો જોઈએ નહીં. સંરક્ષણ સહયોગને મજબૂત બનાવવા ઉપરાંત ભારતને એફ-35 ફાઇટર જેટ પૂરા પાડવાની ટ્રમ્પ્ની ઓફર અંગેના પ્રશ્નના જવાબમાં ગુઓએ કહ્યું, કોઈએ પણ દેશો વચ્ચેના સંબંધો અને સહયોગમાં ચીનને મુદ્દો ન બનાવવો જોઈએ અથવા જૂથ રાજકારણ અને સંઘર્ષને ઉશ્કેરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. તેમણે કહ્યું કે, ચીન માને છે કે દેશો વચ્ચેના સંબંધો અને સહયોગ કોઈ ત્રીજા પક્ષને નિશાન બનાવવા જોઈએ નહીં કે બીજાના હિતોને નુકસાન પહોંચાડવા જોઈએ નહીં અને પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે અનુકૂળ હોવા જોઈએ.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ્ને પૂછવામાં આવ્યું હતું કે, જો તમે ભારત સાથે વેપાર પર આવી કડકાઈ બતાવતા રહેશો તો શું થશે? તમે ચીનને કેવી રીતે હરાવશો? આના પર ટ્રમ્પે કહ્યું કે આપણે કોઈને પણ હરાવી શકીએ છીએ પરંતુ અમારો હેતુ કોઈને હરાવવાનો નથી. અમે યોગ્ય દિશામાં કામ કરી રહ્યા છીએ અને સારું કામ કરી રહ્યા છીએ.
ટ્રમ્પે કહ્યું કે અમે પહેલા ચાર વર્ષ સુધી ઉત્તમ કામ કર્યું છે પરંતુ વચ્ચે અન્ય સરકાર આવી પરંતુ હવે ફરી એકવાર અમે સારા કામ કરવાના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ અને અમે મજબૂતી સાથે આગળ વધીશું.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બીજા એક પ્રશ્નના જવાબમાં, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને એક મહત્વપૂર્ણ દેશ ગણાવ્યો હતો. ચીન સાથેના સંબંધો સંબંધિત પ્રશ્ન પર ટ્રમ્પે કહ્યું કે મને લાગે છે કે ચીન સાથે આપણા ખૂબ સારા સંબંધો રહેશે. કોવિડ-19 પહેલા, મારા રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ખૂબ સારા સંબંધો હતા. રશિયા-યુક્રેન યુદ્ધવિરામ અંગે ટ્રમ્પે કહ્યું કે ચીન દુનિયાનો એક મહત્વપૂર્ણ દેશ છે. મને લાગે છે કે તેઓ યુક્રેન અને રશિયા સાથેના આ યુદ્ધનો અંત લાવવામાં આપણને મદદ કરી શકે છે.
આ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું હતું કે હું ભારત તરફ જોઉં છું, મને સરહદ પર થતી અથડામણો ખૂબ જ ક્રૂર લાગે છે. જો હું મદદ કરી શકું, તો મને મદદ કરવાનું ગમશે. મને આશા છે કે ચીન, ભારત, રશિયા અને અમેરિકા બધા સાથે મળીને કામ કરી શકશે. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech