દૂધ, દહીં અને પ્નીરનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. જો તમને દહીં અને પ્નીર ખાવા ગમતા હોય, અથવા દૂધ પીવું પસંદ હોય, તો આ માહિતી તમારા માટે ઉપયોગી થશે. તમે ખરીદતા હો તે ડેરી ઉત્પાદનો પર ટૂંક સમયમાં તમને એક નવું ચિહ્ન જોવા મળશે. આ ચિહ્નનો હેતુ શું છે અને તેનાથી ગ્રાહકોને શું ફાયદો થશે, તે સમજવું મહત્વપૂર્ણ છે.
સૌ પ્રથમ, એ નોંધવું જોઈએ કે ’ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડડ્ર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા’ (એફએસએસએઆઈ) એ દૂધ અને દૂધમાંથી બનેલા ઉત્પાદનો માટે એક સમાન લોગો નક્કી કર્યો છે. વધુમાં, આવી તમામ વસ્તુઓના પેકેજિંગ પર આ ચિહ્ન દશર્વિવા માટે એક સમયમયર્દિા પણ નક્કી કરવામાં આવી છે. હવે પ્રશ્ન એ થાય છે કે, આ ચિહ્ન કેવું દેખાશે?
એફએસએસએઆઈના આ નવા લોગોમાં વાદળી રંગના ચોરસની અંદર સફેદ રંગના ટીપાંનું ચિહ્ન હશે. તમામ કંપ્નીઓએ તેમના ડેરી ઉત્પાદનોના પેકેજિંગ પર આ સમાન ચિહ્ન દશર્વિવું ફરજિયાત રહેશે.
આ ચિહ્નને કારણે ગ્રાહકો માટે ખરીદી કરતી વખતે ડેરી ઉત્પાદનોને ઓળખવા ખૂબ જ સરળ બની જશે. તેનાથી તેઓ તરત જ જાણી શકશે કે કયા ઉત્પાદનો દૂધ અથવા દૂધ આધારિત છે. ઉદાહરણ તરીકે, તમે વિવિધ ખાદ્ય અને પીણાંની વસ્તુઓ પર લાલ અને લીલા રંગના ચિહ્નો જોયા હશે; લાલ ચિહ્ન સૂચવે છે કે ઉત્પાદન માંસાહારી છે. એટલે કે તેમાં માછલી કે ઈંડા જેવી સામગ્રીનો સમાવેશ થાય છે. જ્યારે લીલું ચિહ્ન દશર્વિે છે કે ઉત્પાદન સંપૂર્ણપણે શાકાહારી છે. તેવી જ રીતે, આ વાદળી ચોરસ ચિહ્ન ગ્રાહકોને દૂધ અને દૂધ આધારિત ઉત્પાદનોને સરળતાથી ઓળખવામાં મદદ કરશે.
સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે દૂધ અને ડેરી ઉત્પાદનોના પેકેજિંગ પર આ ચિહ્ન ક્યારથી જોવા મળશે? એફએસએસએઆઈ ના નવા નિયમો 1 જુલાઈ, 2028થી અમલમાં આવશે. આ તારીખ સુધીમાં, તમામ કંપ્નીઓ માટે તેમના દૂધ અને ડેરી ઉત્પાદનોના પેકેજિંગ પર આ નવો વાદળી અને સફેદ લોગો મૂકવો ફરજિયાત રહેશે.