BREAKING NEWS

બોસ્નિયામાં ઈટાલીનું સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, યુરોપિયન યુનિયન શાંતિ મિશનના 4 જવાનોના મોત અને 11 ઈજાગ્રસ્ત

  • October 30, 2026 09:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોસ્નિયા અને હર્ઝેગોવિનામાં યુરોપિયન યુનિયન (EU) ના શાંતિ મિશન હેઠળ કાર્યરત ઈટાલીનું એક સૈન્ય હેલિકોપ્ટર ગુરુવારે (29 ઓક્ટોબર) દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ઈટાલીના રક્ષા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ભયાનક અકસ્માતમાં 4 લોકોના કરૂણ મોત નીપજ્યા છે જ્યારે અન્ય 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે.


મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે મૃતકોમાં 2 ઈટાલીની સેનાના સૈનિકો અને 2 ઈટાલીયન રેડ ક્રોસના વોલન્ટિયર મિલિટરી કોર્પ્સના સભ્યો સામેલ હતા. હેલિકોપ્ટરમાં કુલ 15 લોકો સવાર હતા. ઈજાગ્રસ્ત થયેલા તમામ 11 લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. સદનસીબે ઈજાગ્રસ્તોમાંથી કોઈની પણ સ્થિતિ અતિ ગંભીર કે ચિંતાજનક નથી. આ સૈન્ય વિમાન યુરોપિયન યુનિયન ફોર્સ દ્વારા સંચાલિત 'ઓપરેશન અલ્થિયા' ના ભાગરૂપે તૈનાત કરવામાં આવ્યું હતું, જે ડેટન શાંતિ સમજૂતીના અમલીકરણ અને દેખરેખનું કામ કરે છે.

ઈટાલીના રક્ષા મંત્રાલયે જણાવ્યું છે કે આ હેલિકોપ્ટર દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને ઘટનાની સંપૂર્ણ પરિસ્થિતિ અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application