જમ્મુ અને કાશ્મીરના લેટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી અમરનાથ યાત્રા ૨૦૨૬ ના પહેલા જથ્થાને લીલી ઝંડી આપી હતી. બમ બમ ભોલે અને હર હર મહાદેવના નારા વચ્ચે પ્રથમ બેચ કાશ્મીર ઘાટી માટે રવાના થઈ હતી.
શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડના અધ્યક્ષ મનોજ સિન્હા, ભગવતી નગર બેઝ કેમ્પ ખાતે યાત્રાળુઓને મળવા અને તેમની સલામત યાત્રાની શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતા. યાત્રાળુઓએ વ્યવસ્થા પ્રત્યે સંતોષ વ્યકત કર્યેા હતો અને યાત્રા માટે ભારે ઉત્સાહ વ્યકત કર્યેા હતો. આ વર્ષે, યાત્રા માટે અત્યતં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પહેલગામ અને બાલતાલ બંને ટ પર દેખરેખ રાખવા માટે કેન્દ્રીય સુરક્ષા દળોની ૬૭૦ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.એક દિવસ પહેલા, લેટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ભગવતી નગરમાં યાત્રી નિવાસની મુલાકાત લીધી હતી, યાં તેમણે યાત્રા માટેની તમામ તૈયારીઓની નજીકથી સમીક્ષા કરી હતી. તેમણે રહેવાની સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, હેલ્પ ડેસ્ક, સ્વચ્છતા, વીજળી અને પાણી પુરવઠો અને કટોકટી સેવાઓનું નિરીક્ષણ કયુ હતું જેથી કોઈ પણ યાત્રાળુને કોઈ મુશ્કેલી ન પડે. તેમણે અધિકારીઓને શ્રદ્ધાળુઓના મોટા ધસારાને વધુ સારી રીતે સંભાળવા માટે સ્ટાફની સંખ્યા વધારવાનો નિર્દેશ આપ્યો. તેમણે ભગવતી નગર અને તાવી રિવરફ્રન્ટ પર વારંવાર જાહેરાતો કરવાનો પણ નિર્દેશ આપ્યો જેથી યાત્રાળુઓને સમયસર માહિતી મળી શકે.આ વર્ષે, અમરનાથ યાત્રા ૫૭ દિવસ ચાલશે. તે ૩ જુલાઈએ પહેલગામ અને બાલતાલ બંને ટથી શ થશે અને ૨૮ ઓગસ્ટના રોજ સમા થશે. આ પ્રસંગે, ડીજીપી નલિન પ્રભાત, સ્પેશિયલ ડીજી એસજેએમ ગિલાની, જમ્મુ ડિવિઝનલ કમિશનર રમેશ કુમાર, આઈજીપી જમ્મુ ભીમ સેન તુતી, આઈજીપી સીઆરપીએફ અમોલ હોમકર, આઈજીપી ટ્રાફિક એમ સુલેમાન ચૌધરી, ડેપ્યુટી કમિશનર જમ્મુ ડો. રાકેશ મિન્હાસ અને મ્યુનિસિપલ કમિશનર જમ્મુ ડો. દેવાંશ યાદવ, નાગરિક વહીવટ, પોલીસ અને સુરક્ષા દળોના ઘણા વરિ અધિકારીઓ હાજર રહ્યા હતા