ધો.૧૦ના પરિણામમાં જૈનમ કલાસીસના તારલાઓ ઝળક્યા

  • May 10, 2025 12:17 PM 


જામનગરમાં છેલ્લા ૩૧ વર્ષથી વિદ્યાર્થીઓની કારકીર્દી ઘડવામાં જૈનમ કલાસીસે અહમ ભુમીકા ભજવી છે, દર વર્ષે ૯૦ ટકા ઉપર જ રીઝલ્ટ હોય છે, આ વર્ષે ધો.૧૦ના પરિણામમાં ગુજરાતી મીડીયમમાં ૯૭ ટકા જયારે અંગ્રેજી મીડીયમમાં ૯૨ ટકા પરિણામ આવેલ છે, જયારે ગ્રેડની વાત કરીએ તો ૧૬ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડ સાથે ઉતીર્ણ થયેલ છે, જેમાં ૯ ગુજરાતી તથા ૭ અંગ્રેજી માઘ્યમના વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. તેમજ એ ર ગ્રેડમાં ૩૯ વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. અને કલાસીસ તેમજ માતા પિતાનુ ગૌરવ વધાર્યું છે.

શિક્ષીકા બનવું છે શીફા શેખને 

શીફા તાજુદીન શેખ નામની વિદ્યાર્થીનીએ ૯૯.૪૮ પીઆર, ૯૫ ટકા સાથે ઉતીર્ણ થયેલ છે, ભવિષ્યમાં તેણીને શિક્ષીકા બનવાની અભિલાષા છે,  રોજની ત્રણ કલાક વાંચન અને અઘ્યન થકી આ સફળતા હાંશલ કરેલ છે, જેમાં કલાસીસના શિક્ષકો અને માતા-પિતાના આશિર્વાદે અહમ રોલ નિભાવ્યો હતો. 


બેન્કીંગ ક્ષેત્રે કારકીર્દી બનાવી છે : ઇશા ઘેડીયા

ઇશા કિશોરભાઇ ઘેડીયા નામની વિદ્યાર્થીનીએ ૯૬.૩૬ પીઆર, ૯૦.૫ ટકા સાથે ઉતીર્ણ થયેલ છે, ભવિષ્યમાં તેણીને બેન્કીંગ ક્ષેત્રે કારકીર્દી બનાવાની ઇચ્છા ધરાવે છે, રોજની ત્રણ કલાક વાંચન અને અઘ્યન થકી આ સફળતા હાંશલ કરેલ છે, જેનમ કલાસીસના શિક્ષકો અને માતા-પિતાના આશિર્વાદ અને નિયમીત મહેનત થકી સફળતા હાંશલ કરેલ છે.


સેલ્સમેનની પુત્રી માનસી માતંગને ચાર્ટડ એકાઉન્ટન્ટ બનવું છે

માનસી અશોકભાઇ માતંગ નામની વિદ્યાર્થીનીએ ૯૭.૪૦ પીઆર, ૯૨ ટકા સાથે ઉતીર્ણ થયેલ છે,  ભવિષ્યમાં તેણીને ચાર્ટડ એકાઉન્ટન્ટ બનવાની ઇચ્છા ધરાવે છે, રોજની ચાર-પાંચ કલાક વાંચન અને અઘ્યન થકી આ સફળતા હાંશલ કરેલ છે, જેનમ કલાસીસ અને સ્કુલના શિક્ષકો અને માતા-પિતાના આશિર્વાદ અને નિયમીત મહેનત થકી સફળતા મળેલ છે.


ચિત્રા ઉનાગરને બનવું છે સીએ

ચિત્રા જગદીશભાઇ ઉનાગર નામની વિદ્યાર્થીનીએ ૯૭.૫૨ પીઆર, ૯૨ ટકા સાથે ઉતીર્ણ થયેલ છે, ભવિષ્યમાં તેણીને ચાટર્ડ એકાઉન્ટ બનવાની ઇચ્છા ધરાવે છે, રોજની અઢી કલાક વાંચન અને પરીક્ષા સમયે વ્હેલી સવારે અઘ્યન થકી આ સફળતા હાંશલ કરેલ છે, જેનમ કલાસીસના શિક્ષકો અને માતા-પિતાના આશિર્વાદ અને નિયમીત મહેનત થકી સફળતા હાંશલ કરેલ છે.


ખુશીને બનવું છે ચાર્ટડ એકાઉન્ટન્ટ

ખુશી દીપકભાઇ ગોહીલ નામની વિદ્યાર્થીનીએ ૯૭.૦૨ પીઆર, ૯૦.૩૩ ટકા સાથે ઉતીર્ણ થયેલ છે, ભવિષ્યમાં તેણીને ચાર્ટડ એકાઉન્ટન્ટ બનવાની ઇચ્છા ધરાવે છે,  સ્કુલ તથા ટ્યુશનને બાદ કરતા રોજનું એક કલાકનું વાંચન અઘ્યન સાથોસાથ જેનમ કલાસીસ અને સ્કુલના શિક્ષકો અને માતા-પિતાના આશિર્વાદ અને નિયમીત મહેનત થકી સફળતા મળેલ છે.


તન્વી પ્રજાપતીને બનવું છે સીએ

તન્વી વિપુલભાઇ પ્રજાપતી નામની વિદ્યાર્થીનીએ ૯૮.૭૧ પીઆર, ૯૩.૮૩ ટકા સાથે ઉતીર્ણ થયેલ છે,ભવિષ્યમાં તેણીને ચાટર્ડ એકાઉન્ટ બનવાની ઇચ્છા ધરાવે છે, ડ્રોઇંગનો શોખ ધરાવતી તન્વીએ નિયમીત ત્રણ કલાકની મહેનતની સાથોસાથ સ્કુલ તથા કલાસીસના શિક્ષકોનું અક્ષરસહ પાલન, તેમનું માર્ગદર્શન તેમજ માતા-પિતાના આશિર્વાદ થકી આ સફળતા હાંશલ કરેલ છે.


બેંક મેનેજરની દીકરીને બનવુ છે એરફોર્સ ઓફિસર

કાવ્યા પ્રસાદભાઇ જેઠવાએ ધો.૧૦માં ઇંગ્લીશ મીડીયમમાં ૯૭.૪૦ પીઆર અને ૯૨ ટકા સાથે ઉતિર્ણ થયેલ છે. કાવ્યાએ જણાવ્યું કે તેમને ભવિષ્યમાં સાયન્સ એ ગ્રુપમાં આગળ વધીને એરફોર્સમાં ઓફિસર તરીકે જોબ કરવી છે. તેમજ આ પરિણામ પાછળ મહત્વનો ફાળો તેમની માતાને આપ્યો છે. 

કઠોળનાં વેપારીની દિકરીને બનવું છે ડોકટર

ધો.૧૦ ઇંગ્લીશ મીડીયમમાં અભ્યાસ કરતી ધૈર્યા નિખીલભાઇ મોદીએ ૯૪.૧૬ ટકા અને ૯૮.૯૦ પીઆર સાથે સફળતા પ્રાપ્ત કરી છે. તેણીએ જણાવ્યું છે કે સાયન્સ બી ગ્રુપમાં અભ્યાસ કરીને ડોકટર બનવુ છે અને કારકીર્દી બનાવવી છે. ધૈર્યા રોજ સવારે પ વાગ્યે ઉઠીને વાંચન કરતી તેમજ તેમણે જણાવ્યું કે તેમના જેવું પરિણામ મેળવવું હોય તો દરરોજનું દરરોજ રીવીઝન કરવું અને વહેલી સવારે વાંચન કરવું.  


સ્નેહ મોદીને બનવુ છે ડોકટર

ધો. ૧૦ ઇંગ્લીશ મીડીયમમાં અભ્યાસ કરતી સ્નેહા રાજેશભાઇ મોદીએ ૯૨.૧૬ ટકા અને ૯૭.૬૪ પીઆર સાથે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. આ સફળતા પાછળ ટયુશન તેમજ શાળાના શિક્ષકોનું માર્ગદર્શન તેમજ માતા પિતાના આશિર્વાદથી પરિણામ ઉચ્ચતર આવ્યું છે. તેમજ સ્નેહાને સાયન્સ બી ગ્રુપમાં અભ્યાસ કરી ડોકટર બનવુ છે. આવનારા બાળકોને સ્નેહાએ જણાવ્યું કે ગણિત તેમજ વિજ્ઞાન પર વધુ ઘ્યાન આપવું તેમજ સ્કુલમાં કરાવેલુ રીવીઝન ઘરે આવીને કરવું. 


બેંકના કર્મચારી કૌશિકકુમારની દિકરીને બનવુ છે ડોકટર

ધો.૧૦માં ઇંગ્લીશ મીડીયમમાં અભ્યાસ કરતી ધાર્મી કૌશિકકુમાર રાવલ એ ૯૨.૫ ટકા અને ૯૭.૮૮ પીઆર સાથે ઉતિર્ણ થયેલ છે.  તેમણે જણાવ્યું કે સાયન્સ બી ગ્રુપમાં અભ્યાસ કરીને ડોકટર બનવુ છે.  આ પરિણામનો શ્રેય ધાર્મીએ સ્કુલ તેમજ ટયુશનમાં તમામ શિક્ષકો અને માતા પિતાને આપ્યો છે. 


પોલીસ કોન્સ્ટેબલની દીકરીએ ધો.૧૦માં એ ૧ ગ્રેડ મેળવ્યો

ધો.૧૦ ઇંગ્લીશ મીડીયમમાં અભ્યાસ કરતી જાડેજા સાક્ષી હિતેન્દ્રસિંહ એ ૯૫ ટકા અને ૯૯.૨૮ પીઆર સાથે ઝળહળતી સિદ્ધિ મેળવી છે. સાક્ષીને ભવિષ્યમાં કોમર્સની લાઇનમાં આગળ વધવુ છે, પરિણામ પાછળ સ્કુલ, ટયુશન, અને માતાપિતાના આશિર્વાદથી પરિણામ અવ્વલ નંબરે આવ્યું છે. 


પીજીવીસીએલમાં મીટર ટેસ્ટ કરતા અરવિંદસિંહના પુત્રને બનવુ છે ઇન્જિનિયર 

ધો.૧૦ ગુજરાતી માઘ્યમમાં અભ્યાસ કરતા વિશ્ર્વરાજસિંહ અરવિંદસિંહ જાડેજાએ ૯૩.૧૬ ટકા તેમજ ૯૮.૩૧ પીઆર સાથે સફળતા મેળવી છે. વિશ્ર્વરાજસિંહને સાયન્સમાં અભ્યાસ કરીને મીકેનીકલ અથવા કેમીકલ ઇન્જીનિયર બનવુ છે. આ પરિણામ પાછળ તેમણે જૈનમ કલાસીસનાં ટીચર્સની મહેનત અને માતા પિતાના આશીર્વાદ રહ્યા છે. 


માનવને બનવું છે  અઈઈઅ
ધો. ૧૦ ગુજરાતીમાં મીડીયમમાં અભ્યાસ કરતો માનવ જસ્મીનભાઇ પાઠક એ ૯૧.૧૬ ટકા અને ૯૭.૨૭ પીઆર સાથે ઉતિર્ણ થયેલછે  તેમને ભવિષ્યમાં કોમર્સની લાઇનમાં આગળ વધીને  અઈઈઅ બનવાની ઇચ્છા ધરાવે છે તે દરરોજ ૩થી ૪ કલાક વાંચન કરતો અને પરિક્ષા દરમ્યાન ૬ થી ૭ કલાક વાંચન કર્યું હતું. આ પરિણામનો શ્રેય ટીચર્સ તેમજ માતાને આપ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application