સગીરા અને આરોપીને પંજાબથી શોધી લેવાયા
જામનગરમાંથી ત્રણેક માસ પહેલા એક સગીરા નું અપહરણ થયું હતું. પોલીસે તપાસ શરૂ કરી ને સગીરા અને આરોપી ને પંજાબ માથી શોધી કાઢયા છે, અને બંને ને જામનગર લાવવામાં આવ્યા છે.
જામનગર માંથી એક સગીરા ના અપહરણ અંગે ની ફરિયાદ ગત તા.૬/૧/૨૦૨૫ ના રોજ જામનગર ના સીટી "એ" ડીવી પોલીસ સ્ટેશન માં નોંધાઈ હતી. જે ગુન્હા માં ફરીયાદી ની સગીર વય ની દિકરી ને તા. ૦૩/૦૧/૨૦૨૫ ના રાત્રીના સાડા બારેક વાગ્યાથી સવારના છ વાગ્યા દરમ્યાન કોઇ અજાણ્યો શખ્સ અપહરણ કરી લઇ ગયો હતો.
જે ગુન્હો વણ શોધાયેલ હોવાથી તેને શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ ની સુચના મુજબ જામનગર સીટી એ ડીવી. પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સપેકટર એન.એ.ચાવડા ના માર્ગદશન મુજબ સીટી એ ડીવી. પો.સ્ટે. ના સર્વેલન્સ સ્ટાફના માણસો તથા ખંભાળીયા ગેઇટ ચોકીના સ્ટાફ પો.સબ.ઇન્સ. એમ.કે.બ્લોચ સાથે ભોગ બનનાર ની શોધખોળમાં હતા.
દરમ્યાન શકદાર અર્જુન રાજેશભાઈ વાઘેલા નો ફોન બંધ આવતો હોય જેથી ૩૮ જેટલા મોબાઇલ નંબર ની ટેકનીકલ એનાલીસ આધારે આ કામના ભોગ બનનાર તેમજ આરોપી અર્જુન રાજેશભાઇ વાઘેલા (રહે. દરેડ જી.આઈ.ડી.સી. ખોડીયાર માતાના મંદિર પાસે ) પંજાબ રાજ્ય માં હોવાની માહિતી મળી હતી .આથી પો.સબ.ઇન્સ. એમ.કે.બ્લોચ. તથા પો.હેડ.કોન્સ. જયેશભાઇ દલસુખભાઇ વઢેલ તથા પ્રદિપસિંહ ટેમુભા જાડેજા તાત્કાલીક પંજાબ ખાતે તપાસ માં પહોંચ્યા હતા. અને આરોપી ને તેમજ ભોગ બનનાર ને પંજાબ માંથી શોધી કાઢી આ અપહરણ નો ગુનો શોધી કાઢવામા આવ્યો છે.