આયુર્વેદ શિક્ષણ એવં અનુસંધાન સંસ્થાન, જામનગરના સ્વસ્થવૃત્ત વિભાગ દ્વારા અંતર્રાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫ની દશકપૂર્ણ ઉજવણી નિમિત્તે "યોગ ફેસ્ટ"નું આયોજન તા. ૧૫ થી ૨૦મી જૂન ૨૦૨૫ દરમ્યાન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓમાં સી.વાય.પી યોગ તાલીમ (CYP Training) – દરરોજ સવારે ૭ થી ૮ યોગ પ્રદર્શન અને પ્રચૂર માહિતી સાહિત્ય વિતરણ – દરરોજ સવારે ૯ થી સાંજે ૬, વિશિષ્ટ યોગ આચાર્યો દ્વારા યોગ વર્કશોપ્સ – હાઈપરટેન્શન, ડાયાબિટીસ, સ્થૂળતા, સ્ત્રીરોગો, કિશોર આરોગ્ય, વૃદ્ધાવસ્થાના રોગો વગેરે વિષયો પર – સવારે ૯:૩૦ થી ૧૨, યોગ અનપ્લગ્ડ અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓ જેમ કે – યોગ રીલ મેકિંગ, નૃત્ય યોગ, યોગ નિબંધ લેખન, યોગ અનુભૂતિ (યોગ ગીત/કવિતા લેખન), યોગ ગુંજન (યોગ ગાયન), યોગ મૌન અભિવ્યક્તિ (માઇમ), ચિત્ર યોગ (યોગ પોસ્ટર) સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ૧૦મી જૂન, ૨૦૨૫ પહેલાં નોંધણી આવશ્યક છે – સ્પર્ધાનો સમય : સાંજે ૩ થી ૬. આ તમામ કાર્યક્રમો રાજમાતા શ્રી ગુલાબકુંવરબા ઓડિટોરીયમ, ધન્વંતરી મંદિર, ITRA, જામનગર ખાતે યોજાવાના છે.
તા. ૨૧મી જૂન ૨૦૨૫ના રોજ અંતર્રાષ્ટ્રીય યોગ દિવસની અધિકૃત ઉજવણી નિમિત્તે સવારે ૭ વાગ્યે "યોગ સંગમ" અંતર્ગત સામૂહિક કોમન યોગ પ્રોટોકોલનું આયોજન રાજમાતા ગુલાબકુંવેરબા આયુર્વેદ કેમ્પસ ગ્રાઉન્ડ, ITRA, જામનગર ખાતે કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech