મૂળ બાબરાના ખાનપરના વતની અને હાલ જસદણમાં રહેતા રત્નકલાકાર દિનેશ ચોથાભાઈ મકવાણા (ઉ.વ 34) નામના યુવાને જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મનીષ ઉર્ફે મુન્નો બારૈયા (રહે. ભડલી તા. વીંછિયા) તથા એક અજાણ્યા શખસનું નામ આપ્યું છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, પાંચ વર્ષ પૂર્વે તે ખાનપર ગામે રહેતા હતા ત્યારે અહીં રહેતા કુટુંબી હરેશભાઈ સોમાભાઈ મકવાણાની પત્ની રેખા સાથે તેને પ્રેમસંબંધ હતો દરમિયાન હરેશની હત્યા થતાં તેમાં યુવાન અને રેખાનું નામ આવ્યું હતું અને બંને જેલમાં પણ ગયા હતા. જામીન પર છુટ્યા બાદ યુવાન જસદણ રહેવા આવી ગયો હતો અને રેખાએ તેના માવતર ભડલી ગામે મનીષભાઈ બારૈયા સાથે લગ્ન કરી લીધા હતા.
દરમિયાન ગઈકાલે સવારના યુવાન કારખાને કામ માટે ગયો હતો ત્યારે 11:30 વાગ્યે રેખાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, હું બાબરા પોલીસ સ્ટેશન જાઉં છું. જેથી યુવાને કહ્યું હતું કે, જ્યાં જવું હોય ત્યાં જ્યાં મારી પાસે ન આવતી. બાદમાં બપોરે આશરે બે વાગ્યે યુવાન કારખાને હતો ત્યારે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને તેને બહાર બોલાવ્યો હતો.બહાર જઇ જોતા રેખાનો પતિ મુન્નો તથા એક બીજો શખસ હતો બંને જણાએ કહ્યું હતું કે રેખા ક્યાં છે? જેથી યુવાને કહ્યું હતું કે મને ખબર નથી બાદમાં યુવાનને સાથે લઈ તેનું ઘર ચેક કરવા ગયા હતા બધા રૂમ ચેક કર્યા હતા પરંતુ રેખા ન મળી આવતા યુવાનને ઘરમાં રહેલી સાવરણી વડે તથા ઢીકાપાટુનો માર માર્યો હતો. બાદમાં ઘરમાંથી ઢસડી બહાર કાઢી આ બંને શખસો તેને બાઈકમાં વચ્ચે બેસાડી અપહરણ કરી ગયા હતા.
યુવાનને ખોડીયાર મંદિર લઈ ગયા હતા જ્યાં પ્લાસ્ટિકની નળી અને મંદિરે લાકડાની છાલ હતી તેના વડે મારમાર્યો હતો અને બંને કહ્યું હતું કે, સાચું કહે નહીંતર તને મારી નાખશું. જેથી યુવાન ડરી ગયો હતો મનીષ સાથે રહેલા અજાણ્યા શખસે કહ્યું હતું કે, તું મનીષ સાથે બુલેટમાં બેસી જા ભાગવાનું કોઈ નાટક કરતો નહીં પાછળ જ આવું છું. જેથી યુવાન બુલેટમાં બેસી ગયો હતો અને ત્યાંથી વાડીએ લઈ ગયા હતા જ્યાં ફરી રેખા બાબતે પૂછ્યું હતું.
દરમિયાન મનીષને કોઈનો ફોન આવ્યો હતો કે, રેખા બાબરા પોલીસ સ્ટેશનને છે જેથી સાંજના છ વાગ્યે યુવાનને ભડલી હોટલ પાસે ઉતાર્યો હતો. અહીં ભડલીના સરપંચ હોય યુવાને તેને વાત કરી હતી તેમણે યુવાને વાહનમાં બેસાડ્યો હતો અને ત્યારબાદ તે અહીં જસદણ પોલીસ સ્ટેશન આવ્યો હતો. ત્યારબાદ યુવાને આ બંને શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપી સામે મારામારી, ધમકી અને અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. બનાવ અંગે વધુ તપાસ જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ ટી.બી. જાની ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech