BREAKING NEWS

જૂનાગઢ જીઆઈડીસીની તોડબાજ પત્રકાર ગેંગ જેતપુરમાં ઝડપાઈ: સાડી કારખાનામાં તોડ કર્યેા'તો

  • August 14, 2026 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં બે ફરિયાદો થઈ હતી, જેતપુરમાં પણ ફરિયાદ થઈ: અનેક તોડબાજની શોધખો

જેતપુરમાં સોશ્યલ મીડિયાના બની બેઠેલા ત્રણ પત્રકારોએ નવાગઢ ભાદર નદી કાંઠે આવેલ સાડીના કારખાનેદારને તમાં કેમિકલ યુકત ઝેરી પાણી સીધુ ભાદર નદીમાં જાય છે જેના સમાચાર અમે કરશું એટલે જીપીસીબી તમારા કારખાનાને કલોઝર આપશે અને તમે જેલમાં જશો તેમ કહી બ્લેકમેલ કરી તેમની પાસેથી બળજબરીપૂર્વક પચાસ હજાર પિયાની તોડબાજી કરી હોવાની કારખાનેદારે ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. આ તોડબજોએ સામે જૂનાગઢમાં પણ બે ફરીયાદ નોંધાતા જૂનાગઢ પોલીસ તોડબાજોને રાતે જ તેમના ઘરેથી ઉંઘતા ઉપાડી લીધા હતાં.
ઔધોગિક શહેર જેતપુરમાં મોબાઈલથી જોડાયેલ પત્રકારોનો રાફળો ફાટો છે. અહીં દરરોજ એક નવો પત્રકાર દેખાઈ રહ્યો છે અને પ્રદુષણની એક બે પોસ્ટ સોશ્યલ મીડિયામાં અપલોડ કરી પછી કોઈ પણ કારખાને પહોંચી તમારા કારખાનામાંથી પ્રદુષણયુકત પાણી જાહેરમાં નીકળે છે તેના વિડીયો ઉતારી લીધા છે તે હત્પં સોશ્યલ મીડિયામાં નાખીશ એટલે તમારા કારખાનાને જીપીસીબી આવશે અને કારખાનાને કલોઝર આવશે આવી ધમકી મારી કારખાનેદાર પાસે તોડબાજી કરવાનું જ ચાલી રહ્યું છે. અને હવે જેતપુરના આવા તોડબાજોને તો કોઈ સીમાડા નડતા ન હોય તેમ તેઓ આખા સૌરાષ્ટ્ર્રમાં યાં કોઈ પણ ઉધોગનું કેમીકલ યુકત પાણી નીકળતું હોય, ગૌચર ખોદી ખનીજ ચોરી ચાલતી હોય, નદીના પટમાંથી રેતી ચોરી ચાલતી હોય કે કોઈ વૃક્ષ કપાતા હોય અને તેના લાકડા કોઈ વાહનમાં કયાંય કારખાને જતા હોય અથવા બીજે કયાંય જતા હોય તે તમામ પાસે પ્રેસની ધમકી આપી તોડબાજી કરી રહ્યા છે.
જેમાં આવા જ તોડબાજો હેમતં શેખવા, રાકેશ પીઠડીયા, અજય જાદવ, વિજય વર્મા અને વિવેક મહેતા નામના તોડબાજો જૂનાગઢ જીઆઇડીસીમાં પહોંચી ત્યાંના કારખાનેદારો પોતે જીપીસીબીના અધિકારીઓ અને પત્રકારો છીએ તેવી ખોટી ઓળખ આપી કેમીકલ યુકત પાણી બહાર નીકળે છે તેમ જણાવી બધું પતાવવું હોય તો અઢી લાખ પિયા આપવા પડશે પરંતુ રકઝકને અંતે પંદર હાજરમાં સેટીંગ થયું હતું અને ત્યાં જ બીજા કારખાનેદાર પાસેથી પણ તોડબાજી કરી હોવાની બીજી ફરીયાદ પણ નોંધાઈ હતી.
જૂનાગઢમાં જેતપુરના આ તોડબાજો સામે ફરીયાદ થતાં યાં તોડ કરવાની આ તોડબાજોની કર્મભૂમિ છે એવા ઔધોગિક શહેર જેતપુરમાં પણ એક કારખાનેદારે હિંમત બતાવી હતી. જેમાં જેતપુરના રબારીકા ચોકડી, ભાદર નદીના પટમાં દયાનાંદ ઈન્ડસ્ટ્રીઝ નામના સાડીના કારખાનાના માલીક મહેશભાઈ ગજેરાએ ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરીયાદ મુજબ આઠેક મહિના પૂર્વે તેઓના કારખાનાની ખરાબ પાણીની લાઈનમાં કચરો ભરાઈ જવાથી પાણી ઓવરલો થઈને બહાર નીકળ્યું હતું. જે બાબતનો ગેરફાયદો ઉઠાવીને હેમતં શેખવા, રાકેશ પીઠડીયા અને વિજય વર્મા પોતાને પત્રકાર તરીકેની ઓળખ આપી અમે તમારા કારખાના વિડીયો ઉતારી ૧ લાખની માંગણી કરી હતી રકઝક બાદ પચાસ હજારમાં બળજબરી પૂર્વક કઢાવી ગયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application