BREAKING NEWS

કળયુગી શ્રવણે પત્ની સાથે મળી માતા–પિતાને ઠંડા કલેજે મોતને ઘાટ ઉતાર્યા

  • May 02, 2026 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લાના તળાજાના રામટેકરી વિસ્તારના એક મકાનમાંથી સોની દંપતીના આગમાં ભૂંજાઈ ગયેલી હાલતે મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી  હતી. અને ઘટનાને જોતા પ્રાથમિક દ્રષ્ટ્ર્રીએ હત્યાની આશંકા જાગી હતી. દરમિયાન મૃતક દંપતીનો પેનલ રિપોર્ટ આવી પહોંચતા મૃતક દંપતીની હત્યા થયાનું ખુલ્યુ હતું. જેને લઈ પોલીસે તપાસ હાથ ધરતા રાજકોટમાં રહેતા તેના સગા દિકરા અને પુત્રવધુએ પિતાની ગળુ દબાવી અને માતાની પણ ઈજા પહોંચાડી મોત નિપજાવ્યાનું બહાર આવ્યુ હતું. જેને લઈ મૃતક બહેનના સુરત રહેતા ભાઈએ તેના ભાણેજ અને ભાણેજ વહત્પ સામે ગુનો દાખલ કરાવતા પોલીસે હાલ પુત્ર અને પુત્રવધુને હસ્તગત કરી અન્ય આરોપી સંડોવાયેલા હોવાની શંકાને લઈ પુછપરછ હાથ ધરી હતી.
 અનેક રહસ્ય સાથે સનસનાટી મચાવતી ઘટનાની મળતી વિગતો મુજબ ગત.૧૯ એપ્રિલના રોજ રાત્રીના ૩ વાગ્યાના અરસામા તળાજા પોલીસે મળેલ કોલના આધારે શહેરના રામટેકરી રોડ વિસ્તારમાં વર્ષેાથી રહેતા કિશોરભાઈ વેલજીભાઈ વૈઠા અને તેના પત્ની રેખાબેનની ન અવસ્થામાં પથારીમા અડધી બળેલ લાશ કબ્જે લઈ મોતનું કારણ જાણવા ભાવનગર ફોરેન્સિક સાયન્સ વિભાગમાં મોકલી આપી હતી.
બનાવ સમયે મૃતક દંપતિનો પુત્ર વિમલ, પુત્રવધુ હેતલબેન અને સગીર પૌત્રી રાજકોટથી તળાજા આવ્યા હતા. જેમાં રાત્રે ૧૧.૩૦ વાગ્યે  પુત્ર વિમલ મિત્રો સાથે ત્રાપજ ગોળો ખાવા અને ધારડી ચા પીવા ગયો હતો. જયારે પુત્રવધુ હેતલબેન અને પૌત્રી ઉપરના માળે સુતા હતા. જેને લઈ પોલીસ દ્રારા આરોપી પુત્રના મિત્રો જે બનાવની રાત્રે સાથે હતા તેઓની પૂછપરછ, યાં યાં ગયા હતા ત્યાંના સીસીટીવી કેમેરા, મોબાઈલના આધારે ટાવર પરથી લોકેશન તપાસવાનું શ કયુ હતું.
દંપતિની બારમાની વિધિ પૂર્ણ થતાં જ પોલીસને મળેલ સાયન્ટિફિક પુરવાના આધારે કિશોરભાઈનું ગળું દબાવી, તેના પત્ની  (અનુ. નવમા પાને



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application