BREAKING NEWS

અલિયાબાડા-જામનગરની નવી રેલ્વે લાઇન પર કલાકની ૧૨૩ કીમીની ઝડપે સ્પીડ ટ્રાયલ સફળ

  • August 08, 2026 06:35 PM 

અલિયાબાડા-જામનગરની નવી રેલ્વે લાઇન પર કલાકની ૧૨૩ કીમીની ઝડપે સ્પીડ ટ્રાયલ સફળ

બ્રોડગેજ ડબલિંગ રેલખંડ પર પેસેન્જર રેલ સેવાઓને મંજૂરી: રેલ્વે સુરક્ષા કમિશ્નર દ્વારા  નિરીક્ષણ કરવામાં આવ્યું

રેલવે સેફ્ટી કમિશનર (પશ્ચિમ પરિમંડળ) ઈ. શ્રીનિવાસે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત અલિયાબાડા-જામનગર બ્રોડગેજ ડબલિંગ રેલખંડ પર પેસેન્જર રેલ સેવાઓના સંચાલનને સંરક્ષા મંજૂરી પ્રદાન કરી દીધી છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, રેલવે સુરક્ષા કમિશનર દ્વારા આ ડબલિંગ રેલખંડનું ૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ વિસ્તૃત વૈધાનિક સુરક્ષા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

અલિયાબાડા-જામનગર નવનિર્મિત બીજી રેલ લાઇન પર પહેલીવાર ૧૨૩ કિમી/કલાકની ઝડપે ઇલેક્ટ્રિક લોકોમોટિવ (એન્જિન) અને ઓબ્ઝર્વેશન કાર સાથે સફળ સ્પીડ ટ્રાયલ કરવામાં આવ્યો, જે સુરક્ષિત અને ઝડપી રેલ સંચાલનની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રાજકોટ કાનાલુસ બ્રોડગેજ ડબલિંગ પ્રોજેક્ટ અંતર્ગત અલિયાબાડા​​​​​​​-જામનગર ૧૯.૫૩૭ કિમી લાંબા બ્રોડગેજ ડબલિંગ રેલખંડનું ૦૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સફળતાપૂર્વક કમિશનિંગ કરવામાં આવ્યું. આ ઉપલબ્ધિ સાથે જ કુલ ૧૧૧ કિમી લાંબા રાજકોટકાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટમાં અત્યાર સુધી ૮૪ કિમી રેલખંડનું ડબલિંગ કાર્ય કમિશન થઈ ચૂક્યું છે.

આ દરમિયાન મુખ્ય વહીવટી અધિકારી (નિર્માણ) પ્રદીપ ગુપ્તા, રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના સહિત નિર્માણ અને ઓપન લાઇન વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નિરીક્ષણ, રેલવે પ્રશાસન દ્વારા રજૂ કરાયેલા સુરક્ષા પ્રમાણપત્રો અને રેલવે અધિનિયમ, ૧૯૮૯ની જોગવાઈઓ મુજબ તમામ આવશ્યક ઔપચારિકતાઓ સંતોષકારક મળી આવ્યા બાદ રેલવે સુરક્ષા કમિશનરે આ ડબલિંગ રેલખંડ પર જાહેર પેસેન્જર સેવાઓના સંચાલનની પરવાનગી આપી છે.

મંજૂરી અનુસાર નવનિર્મિત રેલલાઇન પર ટ્રેનોની મહત્તમ સેક્શનલ સ્પીડ અલિયાબાડા હાપા રેલખંડ પર ૧૦૦ કિમી/કલાક અને હાપા,જામનગર રેલખંડની નવી ડાઉન તેમજ અપ મેઇન લાઇન પર ૯૦ કિમી/કલાક નિર્ધારિત કરવામાં આવી છે. આ ડબલિંગ કાર્યથી રાજકોટ-જામનગર-કાનાલુસ માર્ગની લાઇન ક્ષમતામાં વધારો થશે અને ટ્રેનોના વધુ સરળ અને કાર્યક્ષમ સંચાલનમાં મદદ મળશે. આ સાથે જ આ મહત્વપૂર્ણ રેલમાર્ગ પર ભવિષ્યમાં ટ્રાફિકની વધતી માંગને પૂરી કરવા તેમજ પરિચાલન દક્ષતા અને વિશ્વસનીયતામાં સુધારો કરવામાં પણ મહત્વપૂર્ણ લાભ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application