જામનગરમાં ભાજપ દ્વારા પ્રશિક્ષણ મહાઅભિયાન કાર્યક્રમનો પ્રારંભ
ત્રિદિવસીય કાર્યક્રમમાં કાર્યકર્તાઓને વૈચારિક, સંગઠનાત્મક અને વ્યાવહારિક દ્રષ્ટિએ સક્ષમ બનાવવા માટે માર્ગદર્શન અને તાલીમ અપાશે
ભાજપના વરિષ્ઠ નેતાઓ અને વિષય નિષ્ણાતો દ્વારા વિવિધ સત્રો લેવામાં આવશે
ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા ’પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન’ કાર્યક્રમ શરુ થયો. ત્રણ દિવસીય આ કાર્યક્રમ માં કાર્યકર્તાઓને વૈચારિક, સંગઠનાત્મક અને વ્યાવહારિક દ્રષ્ટિએ સક્ષમ બનાવવા માટેનો એક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ છે. જિલ્લા સ્તરના પ્રશિક્ષણ વર્ગમાં - સમયાવધિ અને સ્વરૂપ - દિવસીય નિવાસી વર્ગ: જિલ્લા સ્તરનો આ પ્રશિક્ષણ વર્ગ સામાન્ય રીતે ૨ દિવસ (રાત રોકાણ સાથે) માટે આયોજિત કરવામાં આવે છે.આ વર્ગમાં ભાગ લેનાર તમામ કાર્યકર્તાઓને ૨ દિવસ સુધી સ્થળ પર જ રહીને તમામ સત્રોમાં હાજરી આપવાની હોય છે.- મુખ્ય હેતુઓ વૈચારિક સ્પષ્ટતા: કાર્યકર્તાઓને પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના એકાત્મ માનવવાદ અને અંત્યોદય (સમાજના છેલ્લા વ્યક્તિ સુધી વિકાસ પહોંચાડવો)ના સિદ્ધાંતોથી અવગત કરાવવા. સંગઠનાત્મક શિસ્ત: પાર્ટીનો ઇતિહાસ, કાર્યપદ્ધતિ, શિસ્ત અને સંગઠનની રચનાત્મક બાબતો સમજાવવી.સરકારી યોજનાઓનો પ્રચાર: કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી નીતિઓ તથા સિદ્ધિઓને જન-જન સુધી પહોંચાડવા માટે કાર્યકર્તાઓને સજ્જ કરવાનો છે.
જિલ્લા સ્તરના શહેર / જિલ્લા ભાજપ કારોબારીના સભ્યો અને હોદ્દેદારો.જિલ્લાના વિવિધ મોરચા (યુવા મોરચો, મહિલા મોરચો, કિસાન મોરચો વગેરે)ના પ્રમુખ અને મહામંત્રી.તમામ મંડળ (તાલુકા/શહેર)ના પ્રમુખો અને વરિષ્ઠ પ્રતિનિધિઓ ભાગ લ્યે છે. જામનગર શહેર ભાજપ દ્વારા લાખાબાવળ ખાતે આવેલ ન્યુ લાઈફ વિલેજ ખાતે આયોજિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન કાર્યક્રમમાં જુદા જુદા આગેવાનોને અલગ અલગ જવાબદારીઓ સોપવામાં આવી છે. પ્રદર્શનીના ઉદ્ઘાટનની સાથે કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવેલ. ૨ રાત અને ૩ દિવસ ચાલનાર આ પ્રશિક્ષણ કાર્યક્રમ માં શહેર સંગઠન, મોરચા સહીત અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ ઉપરોક્ત વિષયો ઉપર પ્રશિક્ષણ મેળવશે. આ કાર્યક્રમ માં શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી મહામંત્રી ભાવેશ કાનણી, વિજયસિંહ જેઠવા, મૃગેશ દવે, મંત્રી રીવાબા જાડેજા, સંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, પ્રભારી ધનસુખભાઇ ભેંડારી, કાર્યક્રમ ના વાલી હરેશભાઈ પણસારા, મેયર મોનિકાબેન વ્યાસ, સહીત અપેક્ષતિ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે. તેમ ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગ ક્નવીનર ભાર્ગવ ઠાકરની યાદીમાં જણાવાયુ છે.