૧૦૦ કલાક અન્વયે તૈયાર કરાયેલી યાદી પૈકી કાર્યવાહી
હાલ સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા તથા પોલીસ તંત્ર દ્વારા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે તેમજ અસામાજિક તત્વો દ્વારા જે કઇ પણ દબાણો કરી વસાહતો બનાવવામાં આવી છે તે પોલીસ દ્વારા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે ત્યારે દેવભુમી દ્વારકા જિલ્લાના કલ્યાપુરના એક અસામાજિક તત્વ દ્વારા ભોગાત ગામે જમીન દબાણ કરી મિલકતો ઉભી કરવામાં આવી હતી, કલ્યાણપુર પોલીસ, મામલતદાર તેમજ રેવન્યુ વિભાગને સાથે રાખી ગઈ કાલે ડિમોલિશન કરવામાં આવ્યું હતું.
રાજકોટ રેન્જના આઈ.જી.પી. અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષક નિતેષ પાંડેય તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ વિભાગનાઓની સુચનાથી કલ્યાણપુર પો.સ્ટે. વિસ્તારના કલ્યાણપુર પોલીસ દ્વારા ૧૦૦ કલાક અન્વયે અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી તેના ઉપર કાર્યવાહી કરવા કડક સુચના થઈ આવેલ હોય, જેથી કલ્યાણપુર પો.સ્ટે.ના ઈન્ચા.પો.ઈન્સ. યુ.બી.અખેડની સુચના અને માર્ગદર્શન હેઠળ કલ્યાણપુર પોલીસ સ્ટાફ તથા મામલતદાર તથા તેમના સ્ટાફના માણસોને સાથે કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ભોગાત ગામે દરિયા કાંઠે એક અસામાજીક તત્વ દ્વારા ગે.કા.સરકારી જમીન પર દબાણ કરી કબ્જો કરેલ હોય જે રેવન્યુ વિભાગને સાથે રાખી વેરીફાઈ કરવામાં આવેલ અને ગે.કા. દબાણ જેમા અંદાજીત ૧૪ વિધા જમીન, રૂમ-૦૨, ઓરડી-૦૧, કમ્પાઉન્ડ હોલ-૦૧, સ્વિમિંગ પુલ-૦૧ પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી કડક કાર્યવાહી કરવામાં આવેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોંડલના યુવકે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મોતને ફરી મહાત આપી
June 17, 2025 11:21 AMગોંડલ : PGVCLની પ્રિમોન્સુન કામગીરીની ખુલી પોલ
June 17, 2025 11:19 AMઅરવલ્લી જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
June 17, 2025 11:19 AMઅમરેલી : સ્કૂલ બસ પાણીમાં ફસાય, લોકોનું કરાયું રેસ્ક્યૂ
June 17, 2025 11:18 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech