દેશમાં હિમાલય પર્વતમાળામાં આવેલા ઉત્તરાખંડમાં તીર્થ સ્થળો ઋષિકેશ અને કર્ણપ્રયાગ વચ્ચે દેશની સૌથી લાંબી ૧૪.૫૭ કિ.મી. રેલ ટનલ સહિત કુલ 105 કિ.મી.માં નાની મોટી 38 ટનલો પૈકી 280ટનલોનું કામ પૂરું થઈ ગયું હોય ૨૦૨૭ના મધ્ય ભાગ સુધીમાં આ રેલ્વે લાઈનનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે.
આ પ્રોજેક્ટને પગલે ઋષિકેશ અને કર્ણપ્રયાગ વચ્ચેની મુસાફરી રેલ દ્વારા માત્ર બે કલાકમાં પૂર્ણ કરી શકાશે. રૂ.16,216 કરોડના પ્રોજેક્ટમાં કુલ 125.2 કિલોમીટર જેટલા ઋષિકેશથી કર્ણપ્રયાગના આ રેલ્વે માર્ગનો લગભગ 90 ટકા ભાગ ટનલમાં છે.
કાશ્મીરમાં કટરા- બનીહાલ વચ્ચે 12.75 કિલોમીટર કરતાં પણ મોટી
જેમાં હવે 10 ટનલ, 35 બ્રિજ અને 12 સ્ટેશનનું પણ અડધું કામ પૂર્ણ થઈ ગયું છે. કામ ઝડપથી ચાલી રહ્યું છે, તેમાં દરરોજ લગભગ 100 મીટરની ટનલ બનાવવામાં આવી રહી છે. 16 એપ્રિલ, 2025 ના રોજ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દેવપ્રયાગ અને જનાસુ વચ્ચે 14.58 કિલોમીટર લાંબી ટનલ T-8 ના બ્રેકથ્રુનું ઉદ્ઘાટન કર્યું હતું. જે દેશની સૌથી લાંબી રેલ્વે ટનલ છે. જે કાશ્મીરમાં કટરા- બનીહાલ વચ્ચે 12.75 કિલોમીટર કરતાં પણ મોટી છે.
પહેલા આ પ્રવાસમાં 11 કલાકનો સમય લાગતો હતો
તેમણે કહ્યું કે 125 કિમીથી વધુ લાંબો ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ ઉત્તરાખંડના પ્રાકૃતિક સુંદરતા, તીર્થ સ્થળો અને આધ્યાત્મિક મહત્વને ફરીથી પરિભાષિત કરવા જઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત યોગનગરી ઋષિકેશ, મુનિ કી રેતી, દેવપ્રયાગ, શ્રીનગર, રૂદ્રપ્રયાગ, ગૌચર અને કર્ણપ્રયાગ જેવા શહેરો અને નગરોને રેલ દ્વારા જોડવામાં આવશે. યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના દર્શન માટે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ યાત્રા પર નીકળે છે. ત્યારે એકવાર આ પ્રોજેક્ટ પૂર્ણ થઈ જશે તો ઋષિકેશ અને કર્ણપ્રયાગ વચ્ચેનો પ્રવાસ સમય 7 કલાકથી ઘટીને માત્ર 2 કલાક થઈ જશે. આ સાથે કર્ણપ્રયાગથી બદ્રીનાથ સુધીની 4.30 કલાકની મુસાફરી પણ માત્ર બે કલાકમાં પૂરી થઈ શકશે. એટલે કે ઋષિકેશથી બદ્રીનાથ જવા માટે હવે માત્ર ચાર કલાકનો સમય લાગશે. પહેલા આ પ્રવાસમાં 11 કલાકનો સમય લાગતો હતો.
16216 કરોડના આ પ્રોજેક્ટમાં 10 સ્ટેશન ટનલની અંદર હશે
રેલ લાઇન પ્રોજેક્ટ હેઠળ આ ઉપરાંત ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લાના ગૌચર ભટ્ટનગર અને સિવાઈમાં પણ રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. અહીં એપ્રોચ રોડ, રેલ અને રોડ બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. 16216 કરોડના આ પ્રોજેક્ટમાં 10 સ્ટેશન ટનલની અંદર હશે. માત્ર બે સ્ટેશન શિવપુરી અને બિયાસી જમીનથી ઉપર હશે. 126 કિમીની રેલ્વે લાઇનમાં લગભગ 105 કિમી અંડરગ્રાઉન્ડ હશે. આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો 2026ના અંત સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે, અને 2027ના મધ્ય સુધીમાં તે સંપૂર્ણપણે કાર્યરત થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech